જખૌ નજીક આવેલા ટાપુઓ ઉપરથી ૧.૩૨ કરોડના ચરસના ૮૮ પેકેટ જપ્ત
24, જુન 2020 1881   |  

કચ્છ,તા.૨૩ 

ભારતીય કોસ્ટ ગાર્ડે કચ્છના જખૌ નજીકમાં આવેલા ટાપુઓ પર ૧૭, ૨૧ અને ૨૨ જૂનના રોજ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન શંકાના આધારે અનુક્રમે ૦૪, ૩૪ અને ૫૦ પેકેટ જપ્ત કર્યાં હતા. આ તમામ પેકેટમાં રહેલી સામગ્રીનું ડ્રગ તપાસ કીટ દ્વારા પરીક્ષણ કરાતા તેમાં ચરસનો જથ્થો હોવાની પુષ્ટી થઇ છે.પ્રતિકૂળ આબોહવાની સ્તિથિ હોવા છતાં પણ, હોવરક્રાફ્ટ અને લેન્ડિંગ પાર્ટીના કેપ્ટન તરીકે બહાદુર મહિલા ઓફિસર સાથેની ટીમે જખૌ નજીક આવેલા ટાપુઓ પર સર્ચ ઓપરેશન માટે તેમની રબર બોટ્‌સ હંકારી હતી. આ ટીમને રૂપિયા ૧.૩૨ કરોડની બજાર કિંમતના ચરસના ૮૮ પેકેટનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળી છે. આ સર્ચ ઓપરેશન જિલ્લા હેડક્વાર્ટર -૧૫ (ઓખા)ની દેખરેખ હેઠળ જખૌના સ્ટેશન કમાન્ડર દ્વારા હાથ ધરાયું હતું. જપ્ત કરવામાં આવેલો ૮૮ પેકેટ ચરસનો જથ્થો દરિયાઇ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સંદર્ભે તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. કોસ્ટ ગાર્ડે દરિયાકાંઠાની ચુસ્ત સુરક્ષા માટે તાજેતરમાં જ જખૌ ખાતે હોવરક્રાફ્ટ સ્ક્વાડ્રન તૈનાત કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution