24, જુન 2020
1584 |
રાજકોટ,તા.૨૩
સૌરાષ્ટ્ર કોરોનાનાં કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ૧, જામનગરમાં ૯ અને ભાવનગરમાં ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. રાજકોટના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં અવધ એપાર્ટમેન્ટમાં ૩૦૨ નંબરના ફ્લેટમાં રહેતા નિલેશભાઇ નવનીતભાઇ ઝીકરીયા (ઉ.વ.૪૦)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેઓ ગોંડલથી આવ્યા હતા. તેઓ યુનિવર્સિટી રોડ પર પારસ જ્વેલર્સનો શો રૂમ ધરાવે છે. તેમના સંપર્કમાં આવેલા ૨૫ વ્યક્તિ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમજ ૧૯ વ્યક્તિ ફેસિલિટી ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. રાજકોટ અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૨૪ થઇ છે. જેમાં ૨૭ સારવાર હેઠળ, ૯૩ ડિસ્ચાર્જ અને ૪ના મોત થયા છે.
જામનગરમાં આજે વધુ ૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. કાલાવડ નાકા બાલનાથ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય મહિલા, ૩૭ વર્ષીય પુરૂષ અને ૩૫ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ નાગાજણ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધનો, દિગ્વિજય પ્લોટમાં ૭૭ વર્ષીય વૃદ્ધનો, સેન્ટ્રલ બેન્ક માંડવી ટાવર પાછળ રહેતા ૩૪ વર્ષીય પુરૂષ, હવાઈ ચોકમાં રહેતા ૨૩ વર્ષીય યુવક, લીમડા લાઈન પાછળ રહેતા ૩૭ વર્ષીય યુવક અને ચાંદી બજારમાં રહેતા ૫૧ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બોટાદના સહકારનગર અને લાખ્યાણી ગામે ૨ કેસ પોઝિટિવ આવ્યા છે. સહકારનગરમાં ૪૯ વર્ષના પુરુષનો અને લાખ્યાણી ગામે ૬૯ વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોટાદ જિલ્લામાં કુલ ૭૬ કેસ પોઝિટિવ નોંધાયા છે.
ભાવનગરમાં પણ આજે ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. તિલકનગરમાં રહેતા અમરભાઇ ભાણજીભાઇ બારૈયા તેઓ કામસર જસદણ ગયેલા અને તાવ આવતા ખાનગી ડોક્ટરની સલાહ અને સારવાર લીઘી હતી.