ગાંધીનગર, યુક્રેનમાં ફસાયેલ ભારતીય વિધાર્થીઓને પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ગંગા મિશનનો આરંભ કરવામાં આવ્યો છે. આ મિશન અંતર્ગત આજે દિલ્હીથી ગુજરાતના વધુ ૯૮ વિધાર્થીઓ આવ્યા છે. આ વિદ્યાર્થીઓને ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દિલ્હીથી વોલ્વો બસમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરના સરકીટ હાઉસ ખાતે આવેલા ગુજરાતના દીકરા- દીકરીઓને પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા. તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ યુવાનો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમજ રાજય સરકાર તેમની મદદ માટે તત્પર છે, તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો. આજે ગાંધીનગર ખાતે યુક્રેનથી દિલ્હી આવેલા કુલ- ૯૮ વિદ્યાર્થીઓને વોલ્વો બસમાં લાવવામાં આવ્યા હતા. જેમાં વોલ્વો બસ- ૧ માં ૩૭, વોલ્વો બસ- ૨ માં ૩૭ અને વોલ્વો બસ – ૩ માં ૨૩ વિધાર્થીઓ આવ્યા હતા. જેમાં સુરત જિલ્લાના ૨૦, વડોદરા જિલ્લાના ૭, અમરેલી જિલ્લાના ૨, બોટાદ જિલ્લાના ૧, કચ્છ જિલ્લાના – ૧, નર્મદા જિલ્લાના – ૧, આણંદ જિલ્લાના -૮, અરવલ્લી જિલ્લાના ૩, વલસાડ જિલ્લાના ૨, ભરૂચ જ્લિલાના – ૨, ગીર સોમનાથ જિલ્લાના ૧, અમદાવાદ જિલ્લાના ૧૩, ભાવનગર જિલ્લાના ૪, જામનગર જિલ્લાના ૨, ખેડા જિલ્લાના ૩, મહેસાણા જિલ્લાના ૬, રાજકોટ જિલ્લાના ૫, મહિસાગર જિલ્લાના ૪, બનાસકાંઠા જિલ્લાના ૬, પાટણ જિલ્લાના ૩ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ કલેક્ટરે યુક્રેનમાં ફસાયેલાના પરિવાર સાથે મુલાકાત કરીને હિંમત આપી

યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં અનેક ગુજરાતીઓ યુક્રેન માં હજી પણ ફસાયેલા છે તેવા પરિવાર સાથે કલાસ વન અધિકારીઓને મુલાકાત કરવા માટે કેન્દ્ર સરકારની સૂચના છે જે અનુસંધાને આજે અમદાવાદ કલેકટર રાણીપ ખાતે રહેતા એક વિદ્યાર્થી કે જે યુક્રેનમાં ફસાયેલો છે તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે અને પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને જેના કારણે યુક્રેનની આસપાસ ના દેશોના વિદ્યાર્થીઓ એકઠા થઇ ગયા છે.ફસાયેલા વિદ્યાર્થીઓ ના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપવા માટે કેન્દ્ર સરકારની સૂચના છે જેના ભાગરૂપે આજે અમદાવાદ કલેકટર રાણીપ રાખે રહેતા બાલકૃષ્ણ શર્માના ઘરે પહોંચ્યા હતા જ્યાં પરિવાર સાથે વાતચીત કરી બલકૃષ્ણભાઈ ના પુત્રની યુક્રેનમાં સ્થિતિ સુ છે તેની માહિતી મેળવી હતી અને પુત્ર જલ્દી જ પરત આવી જશે તેવો ભરોસો પણ આપ્યો હતો.