શ્રીનગર-
જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વર્ષગાંઠ પર અલગાવવાદીઓએ બ્લેક ડે ઉજવવાની ધમકી આપી હતી. આ જોતાં વહીવટીતંત્રએ 4 અને 5 ઓગસ્ટે શ્રીનગરમાં કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે. વાતાવરણને ધ્યાનમાં રાખીને બધે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે જેથી કોઈ પણ વાતાવરણને ક્યાંય બગાડે નહીં. કાયદો તોડનારા સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત શ્રીનગરના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવશે, જે આખી પરિસ્થિતિ પર નજર રાખશે. 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વિધિ યોજાનાર છે. તેમાં પીએમ મોદી શામેલ થશે. આ જોતા આતંકવાદી હુમલાની ચેતવણી પણ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવી હતી, ત્યારબાદ વાતાવરણ ખરાબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઘણા અલગાવવાદી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. પાછળથી ઘણાને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. હવે થોડા દિવસ પહેલા ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે કાશ્મીરના વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહેલ એજન્સીઓ દ્વારા એવા ઇનપુટ્સ મળી રહી છે.
Loading ...