એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન 3,951 કિ.મી.નો હાઇવે બાંધવામાં આવ્યોઃ મંત્રાલય
10, ઓક્ટોબર 2020 396   |  

દિલ્હી-

કોરોના મહામારીની સમસ્યા હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં 3,951 કિલોમીટરનો હાઇવે બાંધવામાં આવ્યો હોવાનું રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. આવી સ્થિતિમાં પણ મંત્રાલય દ્વારા રોજના 21.60 કિલોમીટરનો રોડ બાંધવામાં આવ્યો હતો.

‘ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર)માં રોડ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 3,951 કિલોમીટરના રોડ બાંધવામાં સફળતા મળી હતી. કોવિડ-19ની સમસ્યા છતાં પ્રતિદિને 21.60 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો’, એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ચાલુ વર્ષે 11,000 કિલોમીટરનો રોડ બાંધવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઇ)એ ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન 1330 કિલોમીટરનો હાઇવે બાંધવાના પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા જે કોરોના મહામારીની સમસ્યા છતાં ગયા વર્ષની સરખામણીમાં 60 ટકા વધુ છે. એનએચએઆઇ દ્વારા રૂ. 47,298 કરોડના પ્રક્લ્પ હાથ ધરાયા હતા. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution