વાઘોડિયા, તા.૧૪

જરોદ રેફરલ ચોકડીથી થોડે દુર આવેલી હોટલ વિવેટ સામે ઉજ્જૈન અને પાવાગઢ તીર્થ સ્થાનોમાં દર્શન કરી પરત સુરત તરફ જતો પરિવારની જીેંફ કારના ચાલકે રોડ પર ઊભેલી કન્ટેનર ટ્રકમાં કાર પાછળથી ઘૂસી જતા ચાર ઈસમોના મોત થતા કમકમાટી ઊપજે તેવા દ્રશ્યો સર્જાયા હતા.જ્યારે બીજા અન્ય સાતને ઓછી વતી ઇજાઓ થતા સારવાર અર્થે ૧૦૮ને બોલાવી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ધડાકા ભેર અથડાયેલી કારમાં મરણ ચીચીયારોથી વાતાવરણ કાંપી ઊઠ્‌યું હતું કાળજા કંપાવી દે તેવા દ્રશ્યો કારમાં સર્જાયેલા હતા.કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો.ચારના

મૃતદેહ લોહીલુહાણ હાલતમા કારમા વિખેરાઈ પડ્યા હતા. અકસ્માતનો આવાજ સાંભળી આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા કાર કન્ટેનરના પાછળ એટલી હદે ઘૂસી ગઈ હતી કે તેને બહાર ખેંચવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી બચાવ કામગીરી માટે જરૂરી સ્થાનિક પોલીસ અને સ્થાનિક રાહદારીઓ સહિત જરોદ દ્ગડ્ઢઇહ્લ ના જવાનો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી હાથ ધરી હતી .રોડ દુર્ઘટના સર્જાતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાની જાણ થતા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.મુળ રાજસ્થાનનો આ પરિવાર ધાર્મિક સ્થળોની યાત્રા કરી પરત સુરત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો કારમાં કુલ આઠ વ્યક્તિ અને ત્રણ બાળકો હતા જે પૈકી આઠ વર્ષના માસુમ સાથે કુલ ચાર મોતને ભેટ્યા હતા. જ્યારે બે બાળકોને નાનીમોટી ઈજાઓ સાથે સલામત બચી જવા પામ્યા હતા.મૃતદેહો જાેઈ પરીવારની મહિલાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

મોતને ભેટનાર

૧-રઘાજી કિશોરજી કલાલ ઉંમર વર્ષ ૬૫

૨-રોશન રઘાજી કલાલ ઉંમર વર્ષ ૪૦

૩-પ્રકાશ રામાજી ગુર્જર ઉંમર વર્ષ ૩૫

૪ -રાકેશ કનૈયાલાલ ગુર્જર ઉંમર વર્ષ ૮

ઇજાગ્રસ્તોની યાદી

૧-કનૈયાલાલ ઉગમા રામ,૨-દુર્ગાબેન કનૈયાલાલ,૩-દેવુ બેન ઉમારામ ગુર્જર ઉંમર વર્ષ ૬૫,૪-શીલાબેન છગનભાઈ ગુર્જર ઉંમર વર્ષ ૨૫,૫-જમણી બેન રગાજી કલાલ ઉંમર વર્ષ ૬૫,૬-અંજલીબેન છગનભાઈ ઉંમર વર્ષ ૪,૭-નીલુ બેન છગનભાઈ ઉં. ૨

મૃતકોેના પરિવારજનોને રૂા.૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.૫૦ હજારની સહાય

ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોક પ્રગટ કરી જરોદ અકસ્માતમાં મોતની ભેટેલાને ચાર લાખની સહાય તેમજ ઘાયલોને ૫૦,૦૦૦ ની રાજ્ય સરકાર સહાય કરશે તેવી જાહેરાત કરી હતી સાથે જ દુખદ ઘટનાથી શોક પ્રગટ કરી પરિવારને સંવેદના પાઠવી હતી.