લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, માર્ચ 2026 |
2277
ઉના , ૧૧ જુલાઈ ૨૦૧૬ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (૧૬ માર્ચ ૨૦૨૬)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય ૩૮ વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૬ની ૧૧ જુલાઈએ ઉનાના સમઢીયાળા ગામે કથિત ગૌરક્ષકો દ્વારા ૪ અનુસૂચિત જાતિના યુવાનોને માર માર્યો હતો અને અર્ધનગ્ન કરીને ઝાયલો ગાડી પાછળ બાંધી ઉનામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ચૂકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેસની શરૂઆતમાં નોંધાયેલી હ્લૈંઇમાં અનેક આરોપીઓના નામ સામેલ હતા. જાેકે, ૧ દાયકા સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે ૫ શખસને ગુનામાં સંડોવાયેલા ગણી દોષિત જાહેર કર્યા છે.દોષિત ઠરેલા આરોપીઓની યાદી: રમેશ જાદવ, રાકેશ જાેશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી.