દિલ્હી-

ભારતમાં કોરોનાને કેર સતત વધતો જાય છે. અને આજે છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ચોવીસ કલાકમાં ભારતમાં 57117 નવા કોરોના કેસ નોંધાવા સાથે કુલ સંખ્યા 17 લાખ નજીક પહોંચી ગઈ છે; કુલ આંકડો 16,95,988 થયો છે. આજ રીતે કુલ મૃત્યુઆંક 36511 થયો છે.અત્યાર સુધીમાં 10.94 લાખ દર્દી સાજા થયા છે. એકટીવ કેસોની સંખ્યા 5.65 લાખ છે.અત્યાર સુધીમાં 1.93 કરોડ ટેસ્ટ કરાયા છે. શુક્રવારે 5.25 લાખ ટેસ્ટ થયા હતા. 

કોરોનાના વધતા કહેર વચ્ચે તામીલનાડુ, મહારાષ્ટ્ર, તથા મિઝોરમ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધુ છે. ઉતર પ્રદેશમાં વિક એન્ડ લોકડાઉન યથાવત છે. તહેવારોને ધ્યાને રાખીને ઉતરાખંડમાં લોકડાઉન રદ કરાયું છે.