ઝર્કાતા-

ઇન્ડોનેશિયાના સુમાત્રાના ઉત્તર પશ્ચિમ દરિયાકાંઠે શુક્રવારે રિક્ટર સ્કેલ પર 6.6 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભુકંપ 0 કિ.મી. ઉંડાઇએ આવ્યો છે. જો કે, ભૂકંપમાં સુનામીના તરંગને વેગ આપવાની સંભાવના નથી. આ ઉપરાંત ઇન્ડોનેશિયા અથવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશમાંથી હજી સુધી કોઈપણ પ્રકારની ઇજા કે નુકસાનની જાણ થઈ નથી. આ ઉપરાંત મલેશિયાની રાજધાની કોલાલમપુરમાં પણ શુક્રવારે બપોરે 12.03 વાગ્યે ભુકંપના આંચકા આવ્યાના સમાચાર છે. જેની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.6 માપવામાં આવી છે. આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.