6 મનપાના મેયર નક્કી કરવા ટૂંક સમયમાં ભાજપ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ફેબ્રુઆરી 2021  |   7128

અમદાવાદ-

ગુજરાતનાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગીપ્રક્રિયા શરૂ કરવા માટે આગામી બે દિવસમાં જ ભાજપની પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયરપદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે, છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરમાં મહિલા મેયર સત્તારૂઢ થશે. સામાન્ય રીતે ભાજપે ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી સમયે જ મેયર તરીકે કેટલાંક નામોની ચર્ચા કરી લીધી જ હતી, હવે પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં મેયરપદની પેનલ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે, જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે-તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે. વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાને લઇને મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે.

અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપને ૧૫૯ અને કોંગ્રેસને માત્ર ૨૫ બેઠક મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપને ૯૩ અને આમઆદમી પાર્ટીને ૨૭ બેઠક મળી છે. વિપક્ષ તરીકે આમઆદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે. સુરતમાં મેયરપદ માટે પાટીદારનેતાની પસંદગી કરવામાં આવે એવી સંભાવના છે. બીજી તરફ, વડોદરામાં પહેલા જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે. વડોદરામાં ભાજપને ૬૯ અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી છે. રાજકોટમાં પહેલા ઓબીસી ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution