નસવાડી તાલુકામાં ૧૪ ગ્રામ પંચાયતો માં સરપંચ પદ માટે ૬૭ ઉમેદવારો એ ઉમેદવારી કરી
10, જુન 2025 નસવાડી   |   17721   |  



નસવાડી તાલુકા ની ૧૪ ગ્રામ પંચાયતો ની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઢોલનગારા અને ડીજે સાથે ઉમેદવારો અને સમર્થકો નસવાડી તાલુકા સેવાસદન માં ઉમટી પડ્યા સરપંચ પદ ની ચૂંટણી માટે ૬૭ ઉમેદવારો એ ૧૪ ગ્રામ પંચાયતો માં ઉમેદવારી કરી જ્યારે સભ્ય પદ ની ચૂંટણી માટે ૨૩૦ ઉમેદવારો એ ઉમેદવારી કરી છે.

નસવાડી તાલુકાની ૧૪ ગ્રામ પંચાયતો ની ચૂંટણી ના ફોર્મ ભરવા માટે તાલુકા સેવાસદન નસવાડી ખાતે ઢોલનગારા અને ડીજે સાથે સભ્યો સરપંચ અને ટેકેદારો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા જ્યારે નસવાડી તાલુકામાં ૧૪ ગ્રામ પંચાયતો માં સરપંચ પદ માટે ૬૭ ઉમેદવારો એ ઉમેદવારી કરી જ્યારે સભ્ય પદ માટે ૨૩૦ ઉમેદવારો એ ઉમેદવારી કરી નસવાડી માં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા સેવાસદન માં ચૂંટણી ને લઈને ઉમેદવારો અને ટેકેદારો મોટી સંખ્યા માં આવતા તમામ ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી કરતા અધિકારીઓના ચેમ્બરો માં બપોર ના ત્રણ વાગ્યા સુધી ટોળેટોળાં લોકો ઉમટી પડતા ગ્રામ પંચાયત ની ચૂંટણી ના ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભારે ઘસારો થતા અધિકારીઓ પણ મુઝવણ માં મુકાઈ ગયા હતા જ્યારે મોટી સંખ્યા માં ઉમેદવારો ફોર્મ ભરતા ગ્રામ પંચાયતો માં ચૂંટણી રસપદ બનશે લોકશાહી ના પર્વ ની ઉજવણી કરવા માટે લોકો માં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને ગામડાઓમાં લોકસભા તાલુકા પંચાયત અને વિધાનસભા ની ચૂંટણી કરતા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ભારે રસ હોય છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution