06, સપ્ટેમ્બર 2025
ઈન્દોર |
4752 |
દિલ્હી-ઈન્દોરની ફ્લાઈટ ઈન્દોર એરપોર્ટમાં લેન્ડિંગ વખતે પાયલટે ઈમરજન્સી કોલ પાન-પાન' આપ્યો
એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-ઈન્દોરની ફ્લાઈટના ઓઈલ ફિલ્ટરમાં ખામી સર્જાતા પાયલટે પાન પાન એમ કહીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ૧૬૧ મુસાફરો સાથે વિમાન સલામત રીતે ઈન્દોરના એરપોર્ટમાં લેન્ડ થયું હતું.
એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-ઈન્દોરની ફ્લાઈટમાં ખામી સર્જાયાનું જણાતા પાયલટે પાન પાન એમ બોલીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનું કહ્યું હતું. જોકે, વિમાન ઈન્દોર પહોંચી ગયું હતું અને લેન્ડિંગ પહેલાં જ એન્જિનમાં ખામી જણાતી હતી. એર ફિલ્ટરમાં ખામી સર્જાઈ છે તે જાણ્યાં પછી સલામત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાન પાન ઈમરજન્સી કોલનો અર્થ નોન લાઈફ થ્રેટિંગ ઈમરજન્સી થાય છે. એટલે કે કોઈના જીવનું જોખમ નથી, છતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું જરૂરી છે.એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે ઈન્દોરમાં પહોંચી ગયા પછી લેન્ડ થતાં પહેલાં ઓઈલ ફિલ્ટરમાં ખામી જણાઈ હતી. જોકે, લાઈફ થ્રેટિંગ ઈમરજન્સી ન હતી. પાયલટે કુશળતાથી લેન્ડ કરાવીને જોખમ ઘટાડયું હતું.