શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૬૭ ૫ીઆઈની બદલી અને ૫૪ ૫ીઆઈને પોસ્ટિંગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026  |   1386

અમદાવાદમાં ૬૭ ૫ીઆઈની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવી છે. શહેરમાં ફરજ બજાવતા ૧૩ ૫ીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા ૫૪ ૫ીઆઈને પોસ્ટિંગ આપ્યું છે. અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે વગદાર અને વહીવટદારોની ગોઠવણ ચાલી રહી છે, પરંતુ હવે તેના પર બ્રેક લાગી છે. બદલી સાથે અમદાવાદ આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જાેઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને પગલે બદલીની કામગીરી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થશે. કમિશનર ઓફિસના સ્પષ્ટ વલણને લઈને પોતાના અધિકારીઓને પોસ્ટિંગ કરાવવા માટે વહીવટદારો અને વગદારોએ કમિશનર કચેરીએ ફોન કરવાનું ટાળ્યું છે. અગાઉ વિવાદમાં આવેલા પીઆઇને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કે પોસ્ટિંગ આપવામાં આવે, ત્યારે વચેટિયાની ભૂમિકા મુખ્ય રહેતી હતી તેમ અંદરનાં સૂત્રોનું માનવું છે. જે તે વિસ્તારના વગદાર માણસો પોતાની પસંદગીના ૫ીઆઈને પોતાના વિસ્તારમાં પોસ્ટિંગ અપાવે એટલે તેનું વર્ચસ્વ વધતું જાય. જે તે પોલીસ મથકમાં ચોક્કસ કર્મચારીઓ અનિવાર્ય બની ગયા હતા અને તેમનું વર્ચસ્વ વધતાં ૩ વર્ષ કે તેથી વધારે સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. બદલી બાદ અમદાવાદ શહેરના નારોલ, નરોડા, વટવા, માધવપુરા, બોડકદેવ, નવરંગપુરા, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના પોલીસ સ્ટેશન ઊંચાઈ પીઆઇથી ચાલી રહ્યા છે, જ્યાં ટૂંક સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution