હિમાચલ પ્રદેશના ચંબામાં બસ ખીણમાં પડતાં દુર્ઘટનાઃ 7ના મોત

ચંબા-

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બુધવારની સવારે દૂર્ગમ વિસ્તાર તીસામાં એક ખાનગી બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ. માહિતી મુજબ બસમાં લગભગ ૨૦ લોકો સવાર હતા. દૂર્ઘટનામાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. વળી, લગભગ ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલિસના જણાવ્યા અનુસાર પોલિસે ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. પોલિસ અને પ્રશાસનના અધિકારી સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગી ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે દૂર્ઘટનામાં મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને પણ દરેક સંભવ મદદ કરવામાં આવશે.

માહિતી મુજબ બુધવારે સવારે લગભગ ૧૦ વાગે તીસાના કૉલોની વળાંક પર બસ નિયંત્રણ ગુમાવીને ખીણમાં પડી ગઈ. બસમાં લગભગ ૨૦ લોકો સવાર હતા. બસમાં કૉલેજના સ્ટુડન્ટ્‌સ પણ સવાર હતા. દૂર્ઘટના એટલી ભીષણ હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા. બસની છત અને સીટો પણ અલગ અલગ થઈ ગઈ. દૂર્ઘટના બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને મામલાની સૂચના પોલિસને આપી. પોલિસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યુ. પોલિસે અત્યાર સુધી સાત શબ મેળવ્યા છે. વળી, લગભગ ૧૦ લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. પોલિસે ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ૧૦ માર્ચે ચંબા પઠાણકોટ માર્ગ પર બસ દૂર્ઘટના થઈ હતી. કાંદુ પાસે એચઆરટીસીની બસ દૂર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે ૩૪ લોકો ઘાયલ થયા હતા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution