લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026 |
સુરત |
4257
સુરત શહેર અને જિલ્લામાં યોજાનાર મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની છે વિવિધ વોર્ડ અને બેઠકો માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરતા રાજકીય માહોલ ગરમાયો છે અને અનેક બેઠકો પર તીવ્ર મુકાબલાની શક્યતા મજબૂત બની રહી છે. ભાજપનાં ઉમેદવારો આજે શુક્રવારે મોડી સાંજ સુધી ફાઇનલ નહીં થતાં હવે આવતીકાલે તમામ ૧૨૦ ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરશે.
સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે કુલ ૭૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આમ આદમી પાર્ટી સૌથી ૪૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ તરફથી ૧૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત એનસીપીનાં ૨ અને છૈંસ્ૈંસ્નાં ૧ ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે વિપક્ષ પક્ષો આ વખતે મજબૂત રીતે પડકાર આપવા તૈયારી કરી રહ્યા છે.
સુરત જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આજે ૨૬ ફોર્મ ભરાયા હતા. જેમાં કોંગ્રેસના ૧૬ ઉમેદવારો આગળ રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના ૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એક અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં ઉતર્યો છે, જે જિલ્લામાં સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ દ્વારા પરંપરા મુજબ ઉમેદવારોના નામ અંતિમ ક્ષણે જાહેર થવાની શક્યતા છે, જેના કારણે છેલ્લે દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ભરાવાની આશા વ્યક્ત થઈ રહી છે. ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. હાલની પરિસ્થિતિને જાેતા સુરત શહેર અને જિલ્લામાં અનેક બેઠકો પર ત્રિકોણીય અને ચતુષ્કોણીય મુકાબલા સર્જાવાની પૂરી શક્યતા છે.