માણસો બાદ જાનવરોમાં આવ્યો કોરોના,હૈદરાબાદમાં 8 એશિયાઇ સિંહ પોઝીટીવ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2021  |   1089

હૈદરાબાદ-

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર વચ્ચે જાનવરોમાં મહામારી ફેલાવાનો રિપોર્ટ સામે આવ્યો છે. હૈદરાબાદના નેહરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. અખબારના સમાચાર મુજબ અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી છે. RT-PCR તપાસમાં સિંહ પોઝિટિવ આવ્યા છે. જોકે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોસિક્યુલર બાયોલોજીએ હજી સુધી સેમ્પલ પોઝિટિવ આવવાની પુષ્ટી કરી નથી.

રિપોર્ટ પ્રમાણે CCMB આ સેમ્પલની જીનોમ સિક્વેન્સિંગ દ્વારા વિસ્તૃત તપાસ કરશે જેનાથી અંદાજ લગાવી શકાય કે આ માણસો દ્વારા ફેલાયુ છે કે નહીં. ઇન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિક અને અધિકારીઓએ સાવધાની રાખવા કહ્યુ છે. અને સાથે ઝડપથી ઇલાજ શરુ કરવાનુ કહ્યુ છે. પક્ષીઘરના અધિકારી સિંહનુ સીટી સ્કેન કરાવી શકો છો. તેમના ફેફસામાં સંક્રમણના પ્રભાવ વિશે જાણકારી લગાવી શકીએ છીએ

આ પહેલા એક એજન્સી મુજબ નેહરુ જુલોજિકલ પાર્કના પીઆરના હવાલાથી કહ્યુ કે કોવિડ લક્ષણ આવ્યા બાદ જાનવરોના RT-PCRની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યુ અમે રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યા છીએ. ડૉક્ટર્સ અત્યારે આ જાનવરોની સ્થિતિનું પરીક્ષણ કરી રહ્યા છે. આ પહેલા બીજા દેશમાં જાનવરોમાં કોવિડ-19ની પુષ્ટિ થઇ હતી. પરંતુ ભારતમાં હજી સુધી આ પ્રકારના મામલા સામે નથી આવ્યા નથી.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution