વડોદરા મહાનગરપાલિકાના ૩ વૉર્ડમાં આપ અને કોંગ્રેસના ૮ ઉમેદવારોએ ઝંપલાવ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026  |   વડોદરા   |   3168

વડોદરા જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત,નગર પાલિકા અને મહાપાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે કુલ ૨૨ જણાંએ ઉમેદવારી કરી હતી જયારે વડોદરા મહાનગર પાલિકાના ત્રણ વોર્ડમાં આપ અને કોંગ્રેસના ૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી,આ સાથેે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું હતું

ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે,જાહેર કાર્યક્રમ મુજબ વડોદરા જિલ્લામાં આવતી વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે.ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત તરીકે પાદરા, કરજણ, શિનોર, સાવલી, ડભોઇ, ડેસર, વડોદરા અને વાઘોડિયા તાલુકાઓનો સમાવેશ થાય છે. તેમજ નગરપાલિકા તરીકે ડભોઈ, પાદરા, સાવલી અને વાઘોડિયાની ચૂંટણી યોજાશે.આ લોકશાહી પર્વ માટે જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તા. ૦૯/૦૪/૨૦૨૬ સુધીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત કરવામાં આવ્યા છે, જેના આધારે ચૂંટણીમાં રસપ્રદ જંગ જાેવા મળવાની સંભાવના છે.

વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં-૧૬માં આપ વતી હીતેશ પરમાર અને પીંકી ધીરજ લાલે અને કોંગ્રેસ વતી જગદીશ મકવાણાએ ઉમેદવારી કરી છે,વોર્ડ-૧૮માં આપ વતી વિનય સુભાષ ચવાણે બે ફોર્મ ભર્યા છે. અને ભરતભાઈ રોહિતે ઝંપલાવ્યું છે.જયારે વોર્ડ નં-૧૯માં આપ વતી જ્ઞાનદીપક શર્મા અને અક્ષયસિંહ જાદવે ઉમેદવારી કરી છે.ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે મતદાન તથા મતગણતરીના દિવસે ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ તાલીમ સત્રોમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીનના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જાેડાણ, મોક પોલ પ્રક્રિયા, મશીનની સીલિંગ તથા ટેકનિકલ ખામીઓના નિવારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન કર્મચારીઓએ ઈવીએમની કાર્યપદ્ધતિને પ્રત્યક્ષ રીતે સમજવાનો અવસર મેળવ્યો હતો.જિલ્લાના વિવિધ જાહેર સ્થળો તથા મતદાન મથકો પર મતદારોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસો હાથ ધરાયા છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત કેટલાક વોર્ડમાં ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે, જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી (છછઁ) અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જાેવા મળી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધતો જાેવા મળી રહ્યો છે.આવતી ૨૬મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર તથા રાજકીય પક્ષો બંને સજ્જ બન્યા છે અને સમગ્ર જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution