ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 895 કરોડનું ડ્રગ્સ ઝડપાયું,છેલ્લા 5 વર્ષમાં 1007 કેસ નોંધાયા
19, જુલાઈ 2021

ગાંધીનગર-

રાજ્યમાં યુવાધનને બરબાદ કરવા માટે રાજ્યના તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ડ્રગ્સ ઠલવાતો રહે છે. જેને અટકાવવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો તેમજ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી રહેતી હોય છે. ગુજરાત નાર્કોટિક્સ સેલ પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ચરસ, ગાંજો, હેરોઈન સહિત કુલ 895 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત નાર્કોટિક્સ સેલના IGP સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની નાર્કોટિક્સ નોડલ એજન્સી કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓ સાથે મળીને કાર્ય કરે છે. જ્યારે, વર્ષ 1985ના કાયદાઓનો પહેલા અમલ થતો ન હતો. હવે, આ કાયદાઓનો કડક અમલ કરીને જે આરોપીઓ ડ્રગ્સ, ચરસ, ગાંજા અને અન્ય માદક પદાર્થોની હેરાફેરીમાં ઝડપાયા હોય અથવા તો જામીન પર છૂટીને ફરી વખત આવું કૃત્ય કરવાની તૈયારીઓમાં હોય, તેમને રોકવા માટે 61 જેટલા ઓર્ડર કરીને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજ્યમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ચલણ દિવસે દિવસે વધી રહ્યું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 5 વર્ષમાં કુલ 895 કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution