સયાજી હોસ્પિટલમાં શ્રમજીવી પરિવારની૧૩ વર્ષની બાળકીએ દીકરીને જન્મ આપ્યો..!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026  |   વડોદરા   |   1485

સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષીય કિશોરીએ એક નવજાત બાળકીને જન્મ આપ્યા હોવાનો અજીબ કિસ્સો સયાજી હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો છે. જાેકે માતા અને નવજાત બાળકીને તબિયત તંદુરસ્ત હોવાનું તબિબ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.બીજી તરફ બાળકી નાની ઉંમર તથા અપરણીત હોવાને લીધે તબીબે ભાદરવા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અને કિશોરીને નાની ઉંમરે માતા બનાવનાર કોણ તે અંગેની તપાસ હાથ ધરી છે.

  વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં ચોરી કામ કરતા પરિવારની ૧૩ વર્ષની કિશોરીને પેટના પેઢામાં દુખાવો થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જેથી કિશોરીને તબિબ દ્વારા સારવાર માટે ગાયનેક મહિલા વોર્ડમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે કિશોરીની શારીરિક તપાસ કરતા કિશોરી પ્રેગ્નેન્ટ હોવાનું તથા પ્રેગ્નન્સીના અંતિમ દિવસ સમય હોવાનું નિદાન આવ્યું હતું. એટલું જ નહીં કિશોરીએ ગઈકાલે નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.

આ બનાવને પગલે મહિલા તબીબે પોલીસને જાણ કરી હતી જેથી હોસ્પિટલની પોલીસે ભાદરવા પોલીસને ઉપરોક્ત બનાવવા અંગેની જાણ કરતા ભાદરવા પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી કિશોરીને માતા બનાવનાર ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે કિશોરીને ગર્ભવતી બનાવનાર કોણ તેની સઘન તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સાવલીમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં અનેક પરપ્રાંતીય પરીવારો મજૂરી કામ કરવા આવે છે

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution