11, ઓગ્સ્ટ 2025
વડોદરા |
6930 |
અન્ય 20 છોડવાની તૈયારીમાં, વેઈટીંગ લિસ્ટ મુજબ ઉમેદવારોને ચાન્સ અપાશે
વડોદરા કોર્પોરેશનમાં માર્ચ -2024 માં 552 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. જોકે, નિયુક્ત થયેલા જુનિયર ક્લાર્ક પૈકી 50 હાજર થયા ન હતા. જ્યારે પાલિકામાં નોકરીમાં જોડાયેલા 502 જુનિયર ક્લાર્ક પૈકી 40 ક્લાર્કે પાલિકાની નોકરી છોડી દીધી છે અને બીજા 20 જેટલા જુનિયર ક્લાર્ક નોકરી છોડવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. જોકે, એક વર્ષ પૂર્વે પાલિકામાં ભરતી થયાં બાદ જુનીયર ક્લાર્ક નોકરી છોડીને ચાલ્યા જતાં પાલિકાની કામગીરી ઉપર વ્યાપક અસર થઈ રહી છે.
પાલિકાના સામાન્ય વહિવટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષ પૂર્વે ભરતી કરવામાં આવેલા જુનિયર ક્લાર્ક પૈકીના 40 જણે નોકરી છોડી છે. ઉપરાંત 20 જણે નોકરી છોડવા માટેની એનઓસી માંગી છે. જોકે, ભરતી વખતે બનાવવામાં આવેલા વેઈડીંગ લિસ્ટમાં જે ઉમેદવારો છે તેમને મેરીટ મુજબ તક આપવામાં આવશે. તેમ જણાવ્યું હતુ.