વડોદરા,તા.૨૯

શહેરના વાસણા રોડ પર આવેલા સ્પ્રીંગ રિટ્રિટ - ૪ના આઠમા માળે લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા જિમ ટ્રેનરની લાશ બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બાથરૂમની એક સાઈડમાં ૪૨ વર્ષીય જિમ ટ્રેનરની ભડથું થયેલી લાશ પડી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, બાથરૂમમાં લાશને બાદ કરતા ક્યાંય આગ કે, બ્લાસ્ટના નિશાન ન હતા. જિમ ટ્રેનરના ફ્લેટમાંથી ધૂમાડો નીકળી રહ્યો છે તેવો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા ત્યારે બાથરૂમમાં જિમ ટ્રેનરની સળગી ગયેલી લાશ પડી હતી. પણ આખાય બાથરૂમમાં ક્યાંય બીજી કોઈ પણ વસ્તુના સળગવાના કોઈ નિશાન ન હતા. આવા રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે ગોત્રી પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી. જિમ ટ્રેનરના મોતનું સાચુ કારણ જાણવા માટે પોલીસે મૃતકની લાશને પોસ્ટમાર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે ગોત્રી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા સ્પ્રિંગ રિટ્રિટ-૪માં આજે બપોરે લગભગ સવા બે વાગ્યાની આસપાસ સી ટાવરના આઠમા માળની બાથરૂમની બારીનો કાચ ભેદી સંજાેગોમાં તૂટ્યો હતો અને કાચના ટૂકડા નીચે પડ્યા હતા. અચાનક કાચનો અવાજ સાંભળીને નીચે ઉભેલા લોકો ભેગા થયા હતા. અને ઉપર નજર કરતા બાથરૂમની બારીમાંથી ધૂમાડો નીકળતો જાેવા મળ્યો હતો. આ બાથરૂમ ૪૨ વર્ષના જિમ ટ્રેનર અભિષેક ત્રિવેદીના ફ્લેટનું હતું. એટલે લોકો આઠમે માળે આવેલા ફ્લેટ પાસે પહોંચ્યા હતા. પણ ફ્લેટનો દરવાજાે અંદરથી બંધ હતો. સદનસીબે અભિષેકનો ભાઈ બાજુના જ ટાવરમાં રહેતો હોવાથી તે દોડી આવ્યો હતો. એની પાસે અભિષેકના ફ્લેટની ચાવી હતી એટલે એણે ડૂપ્લિકેટ ચાવીથી ફ્લેટનો દરવાજાે ખોલ્યો હતો અને બધા અંદર પ્રવેશ્યા હતા. ફ્લેટના બેડરૂમના બાથરૂમમાં કંઈક બળતું હોય એવી વાસ આવતી હતી. એટલે તમામ લોકો બાથરૂમ તરફ દોડ્યા હતા. પણ એનો દરવાજાે પણ અંદરથી બંધ હતો. એટલે લોકોએ લાતો મારીને દરવાજાે તોડી નાખ્યો હતો. દરવાજાે તૂટતા જ અંદર અભિષેક ભડ ભડ સળગી રહ્યો હતો. એટલે એના ભાઈ વીકેશે તાત્કાલિક ફાયર ઈન્સ્ટિગ્યુશર મગાવ્યંુ હતું. અને એના દ્વારા અભિષેકના કપડાં અને શરીર પર લાગેલી આગ ઓલવી નાખી હતી. દરમિયાન અભિષેકના પડોશી એસ પી કામથે ફાયર બ્રિગેડને કોલ કરી દીધો હતો. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા તો આગ ઓલવાઈ ગઈ હતી. અને બાથરૂમના એક ખૂણામાં અભિષેકની બળી ગયેલી લાશ પડી હતી. જેથી આ બનાવની ગોત્રી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ શરૂ કરી હતી. અભિષેક કેવી રીતે આગમાં લપેટાયો તે રહસ્ય અકબંધ હતું એટલે પોલીસે અભિષેકના મોતનો ભેદ ઉકેલવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે સ્થળની વિઝિટ કરીને કેટલાક સેમ્પલો લીધા હતા. ત્યારપછી પોલીસે મૃતકની લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપીને એના પરિવારજનોના નિવેદનો લીધા હતા. આ બનાવ અંગે ગોત્રી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

અભિષેકનું શરીર આગમાં કેવી રીતે લપેટાયું તેનું રહસ્ય અકબંધ

પોલીસ, એફએસએલ અને ફાયર બ્રિગેડની વાત માનીએ તો એ વાત નક્કી છે કે, અભિષેકનું મૃત્યુ સળગી જવાને લીધે થયું છે. પણ હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, બાથરૂમની અંદર આગ લાગી કેવી રીતે? અને આગ લાગી તો માત્ર અભિષેકના કપડા ઉપર જ કેમ લાગી? આ સવાલનો જવાબ મેળવવા માટે ફોરેન્સિકની ટીમે કેટલાક સેમ્પલો લીધા છે. ફાયર બ્રિગેડની વાત માનીએ તો બાથરૂમનો દરવાજાે અંદરથી બંધ હતો. અને અંદર અભિષેક ભડ ભડ સળગી રહ્યો હતો. એટલે એક તબક્કે એવું માની શકાય કે, અભિષેકે પોતાની જાતે જ પોતાના શરીરે આગ ચાંપી દીધી હોવી જાેઈએ. જાેકે, આગ ચાંપવા માટે એણે કોઈ માચીસ કે દિવાસળીનો ઉપયોગ કર્યો હોય તો એના અવશેષો ત્યાં મળવા જાેઈએ પણ એમાંથી કશું ત્યાં મળ્યંુ ન હતું.

કસાયેલું શરીર ધરાવતા ૪૨ વર્ષના જિમ ટ્રેનરની બાથરૂમમાં સળગેલી લાશ મળી

ટ્ઠ

ભાઈએ ફાયર ઈન્સ્ટિગ્યુશરથી અભિષેકના શરીર પર લાગેલી આગ ઓલવી

ભાયલી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર જયદીપ ગઢવી કહે છે કે, આજે બપોરે ૨.૨૬ વાગ્યે અમને કોલ મળ્યો હતો કે, વાસણા-ભાયલી રોડના સ્પ્રીંગ રિટ્રિટ - ૪ના આઠમા માળે એક બાથરૂમમાંથી ધૂમાડા નીકળી રહ્યા છે. જેને આધારે હું મારી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. એપાર્ટમેન્ટ બહુમાળી હતુ એટલે અમે તાત્કાલિક આઠમે માળે પહોંચ્યા હતા. સદનસીબે અમે પહોંચ્યા એ પહેલા જ વીકેશે ત્રિવેદીએ ફાયર ઈન્સ્ટિગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. મેં જ્યારે બાથરૂમમાં તપાસ કરી ત્યારે બારી પાસે ભડથું થયેલી લાશ પડી હતી. પણ આખાય બાથરૂમમાં અન્ય કોઈ જગ્યાએ આગ લાગવાના નિશાન ન હતા. અમારા માટે આ વાત શંકા ઉપજાવે એવી હતી. એટલે પોલીસને જાણ કરવામાં આવી. આખરે, ગોત્રી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

હ્લજીન્ની ટીમે બાથરૂમમાંથી કેટલાક સેમ્પલો લીધા

ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે જણાવ્યું હતું કે, આજે બપોરે ગોત્રી પોલીસે અમને કોલ કર્યો હતો કે, વાસણા-ભાયલી રોડ પર આવેલા સ્પ્રીંગ રિટ્રિટ-૪ના આઠમા માળના ફ્લેટમાં એક યુવકનું મોત થયુ છે. એટલે અમે ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા. અમે જ્યારે ફ્લેટમાં પહોંચ્યા ત્યારે અંદર પોલીસની ટીમ મૌજુદ હતી. લાશ બાથરૂમની અંદર એક સાઈડ પર હતી. જાેકે, લાશને બાદ કરતા ક્યાંય કશું બળ્યું હોય એવા નિશાન ન હતા. ગિઝરમાં બ્લાસ્ટ થવાના પણ કોઈ નિશાન જાેવા મળતા ન હતા. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોય એવું પણ લાગતંુ ન હતં. એટલે મોત શા કારણે થયુ છે? એવો સવાલ ઉપસ્થિત હતો. અમે સ્થળ પરથી કેટલાક સેમ્પલો લીધા છે અને એની તપાસ ચાલુ કરી છે. હાલમાં પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

પિતા જમવા માટે નીકળ્યા અને અભિષેક ભડથું થઈ ગયો!!

ગોત્રી પીઆઈ ટી.એ. દેસાઈનું કહેવું છે કે, અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે બાથરૂમની અંદર અભિષેકની લાશ સળગી ગયેલી લાશ પડી હતી. પ્રાથમિક તબક્કે અમને એવું લાગ્યુ કે, કદાચ ગિઝર ફાટવાને લીધે આગ લાગી હશે અને અભિષેક ભડથું થઈ ગયો હશે, પણ તપાસ કરતા બાથરૂમનું ગિઝર ઈન્ટેક્ટ હતું અને અંદર કોઈ શોર્ટ સર્કિટ થયો હોય એવા નિશાન દેખાતા ન હતા. આખાય બાથરૂમમાં બીજે ક્યાંય સળગવાના નિશાન ન હોવાથી અમે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી. અભિષેક ત્રિવેદી જિમ ટ્રેનર હતો અને એના પિતા યોગેશભાઈ સાથે ફ્લેટમાં રહેતો હતો. આજે બપોરે એના પિતા બાજુના ટાવરમાં રહેતા એમના બીજા દીકરા વિકેશને ઘરે ગયા હતા. જે દરમિયાન અભિષેક ફ્લેટમાં એકલો હતો અને દુર્ઘટના ઘટી હતી.