ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી થોડા કિલોમીટર દૂર એકાંતમાં એક દરિયાકિનારો છે. જ્યાં દરિયો થોડા કલાક માટે ગુમ થઇ જાય છે અને પછી પરત ફરે છે. આ કુદરતના કરિશ્મા અને આ ગૂંચવણને કોઇ આજ સુધી ઉકેલી શક્યું નથી. આ બીચનું નામ ચાંદીપુર છે. આ બીચ પર પહોંચવા માટે 

બાલાસોરથી ચાંદીપુર પહોંચવામાં આશરે એક કલાક લાગે છે. દરિયાકિનારાની પાસે ઊંચા ઊંચા તાડના ઝાડ છે. અહીંયા દરિયો તમને જોતા જોતા થોડા કિલોમીટર પાછળ ખસવા લાગે છે, લોકો દરિયા તરફ ભાગવા લાગે છે. માછીમારો અહીંયા માછલી અને કરચલા પકડવા આવે છે.

ઓડિશામાં મોટાભાગે કસ્બા પ્રાચીન મંદિરોથી ભરેલા છે જે વાસ્તુકલાની અદ્ધુત મિસાલ પેશ કરે છે. પથ્થરમાં બારીક નક્સી કરીને બનાવેલા મંદિર અલગ અલગ વિશ્વાસના પ્રતિક છે અલગ જ કહાની પણ કહે છે. આવું જ એક મંદિર પંચલિંગેશ્વરનું પણ છે જે બાલાસોરથી 45 કિલોમીટર દૂર છે, નીલગિરિ પર્વત શૃંખલાના કારણે અહીંયા એક વાર જરૂરથી જવું જોઇએ. ખિરચૌરા ગોપીનાથ મંદિર વૈષ્ણવ સિદ્ધાંતો પર બનેલું છે અને આ બાલાસોરથી 9 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિર અહીંયા મળતા ખાસ પ્રસાદ ખીરના કારણથી લોકપ્રિય છે. મંદિરના અંદર લાગેલા કદંબના ઝાડથી સમગ્ર મંદિર પ્રાંગણ મહેકતુ રહે છે.  

કેવી રીતે પહોંચો બાલાસોર

ભુવનેશ્વર અને બાલાસોરની નીચે ટ્રેન અલગ અલગ સમયગાળામાં ચાલતી રહે છે. અહીંયા પહોંચવામાં 2 થી 3 કલાક લાગે છે અને યાત્રી કોચની એક ટિકીટની કિંમત 120 રૂપિયાની આસપાસ છે. બીજી બાજુ બાલાસોથી ચાંદીની વચ્ચે શેર જીપ અને પ્રાઇવેટ ટેક્સી ચાલે છે. એક રાઉન્ડ માટે ટેક્સીનું ભાડું 800 રૂપિયા અને જીપનું ભાડું 20 રૂપિયા છે. બાલાસોર અહીંયાના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે.