ગાંધીનગર-

રાજ્યના CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાવાની છે. બપોરે 12:15 કલાકે આ કેબિનેટની બેઠક યોજાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ હોવાથી કેબિનેટની બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમા રાજ્યનો 100 દિવસનો એક્શન પ્લાન બાબતે અને દિવાળીની આસપાસ 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થાય તે બાબતે ચર્ચા કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં 88 ટકા જેટલુ રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે દિવાળી તહેવાર પહેલા રાજ્યમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થાય તે બાબતે આરોગ્ય વિભાગ દ્રારા એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીનો ઉપયોગ કરીને વધુમાં વધુ લોકોને વહેલી તકે રસીકરણ કરવામાં આવે તેનુ આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે.

રાજ્યના કેબિનેટ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં મહેસૂલના અધિકારીઓને 30 દિવસમાં 100 જેટલા નિર્ણય આપવાની જાહેરાત કરી છે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ નિર્ણય લાગુ થાય તે બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે