વોશિંગ્ટન-

યુ.એસ. સંસદ કેપિટોલ હિલ નજીક ભારતીય સમય મુજબ શુક્રવારે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યે ગોળીબાર થયો હતો. અહીં એક કાર સવાર પોલીસ બેરીકેડ્સને ટક્કર મારી હતી. તેણે 2 પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ પોલીસે કાર ચાલકને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અહીં પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેણે પોલીસ કર્મચારી પર છરી વડે હુમલો કર્યો. સારવાર દરમિયાન સુરક્ષાકર્મીઓનું પણ મોત નીપજ્યું હતું.

ઘટના દરમિયાન સંસદ ભવન બંધ કરાયું હતું. પોલીસે આસપાસના લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી. એમ પણ કહ્યું કે તેઓએ બારીની નજીક ન ઉભા રહેવું જોઈએ. કાર સવારની ઓળખ હજી થઈ નથી. પોલીસે કારમાંથી છરી પણ મેળવી છે.આ ઘટના બાદ પોલીસે સાવચેતીના પગલા તરીકે કેપીટલ હિલના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો બંધ કરી દીધા હતા. તે જ સમયે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વ્હાઇટ હાઉસ અથવા રાષ્ટ્રીય ગાર્ડ્સ તરફથી હાલમાં આ હુમલા અંગે કોઈ નિવેદન આવ્યું નથી. નેશનલ ગાર્ડ્સના જવાનોની એક ટુકડી યુ.એસ. કેપિટોલના રસ્તાઓ અને શેરીઓમાં કૂચ કરી રહી છે.