18, જુન 2024
1089 |
લખનૌ:યોગી આદિત્યનાથ પર એક પુસ્તક બજારમાં આવ્યું છે, એક અખબાર સાથે જાેડાયેલા વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવે લખ્યું છે. વરિષ્ઠ પત્રકાર શ્યામ લાલ યાદવે પુસ્તક એટ ધ હાર્ટ ઓફ પાવરઃ ધ ચીફ મિનિસ્ટર્સ ઓફ ઉત્તર પ્રદેશમાં ઘણા દાવા કર્યા છે.તેમણે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હટાવવાની સંપૂર્ણ તૈયારીઓ હતી. તેમના પુસ્તકમાં શ્યામ લાલ યાદવ લખે છે કે ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની ચૂંટણીમાં કુલ નવ મહિના બાકી છે. આવી સ્થિતિમાં ભાજપ અને આરએસએસના નેતાઓ વચ્ચે લખનૌથી દિલ્હી સુધી અનેક રાઉન્ડની બેઠકો થઈ. એક તબક્કે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કોઈ ફેરફાર થાય તે પહેલા ભાજપ હાઈકમાન્ડને સમજાઈ ગયું હતું કે જાે યોગીને વર્તમાન સરકારમાં હટાવવામાં આવશે તો પાર્ટીને નુકસાન વેઠવું પડશે.