લોકડાઉનમાં ઘણા શ્રમિકોએ તેમના વતન પહોંચવા માટે લાંબી મુસાફરી કરી હતી. તેમાંની જ એક જ્યોતિ કુમારી હતી જેણે તેના ઈજાગ્રસ્ત પિતાને ઘર પહોંચાડવા માટે 1200 કિલોમીટર સાયકલ ચલાવી હતી. જ્યોતિના આ પરાક્રમ પર હવે એક ફિલ્મ બની રહી છે જેનું નામ આત્મનિર્ભર છે અને ફિલ્મમાં જ્યોતિ જ લીડ રોલમાં છે. 00 કિલોમીટર સાયકલ ચલાવી હતી. જ્યોતિના આ પરાક્રમ પર હવે એક ફિલ્મ બની રહી છે જેનું નામ આત્મનિર્ભર છે અને ફિલ્મમાં જ્યોતિ જ લીડ રોલમાં છે.

શાઇન શર્મા આ ફિલ્મને ડિરેક્ટ કરવાના છે. ફિલ્મ જ્યોતિની ગુરુગ્રમથી બિહાર સુધીની જર્નીમાં આવેલ તકલીફો પર બનાવવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી અને મૈથિલી ભાષામાં બનશે. ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે શાઇન તેના મિત્રો મિરાજ, ફેરોઝ અને સજિત નામ્બિયર સાથે આને પ્રોડ્યુસર પણ કરી રહ્યા છે. આ ફિલ્મ વીમેક ફિલ્મ બેનર હેઠળ બનશે.

PTIના રિપોર્ટ મુજબ આત્મનિર્ભર ફિલ્મને રીયલ લોકેશન પર જ શૂટ કરવામાં આવશે જોકે આ ડોક્યુમેન્ટરી નહીં હોય. આ જર્ની વિશે જ્યોતિ કુમારીએ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું હતું. જો હું જર્ની પર ન નીકળી હોત તો મારા પિતા ભુખથી મૃત્યુ પામત. લોકડાઉન પછી મુશ્કેલી વધી ગઈ હતી. મકાન માલિક અમને ઘરથી ભગાડવા માગતા હતા. અમે ભાડું ન આપ્યું તો તેમણે બે વખત પાવર કટ પણ કર્યો હતો. મારા પિતા પાસે કોઈ પૈસા ન હતા અને અમારે કોઈપણ રીતે ઘર પહોંચવાનું હતું.

જ્યોતિએ આગળ કહ્યું કે, મેં મારા પિતાને કહ્યું કે હું તમને સાયકલ પર લઇ જઈશ પણ તેઓ ન માન્યા. તેઓ મને વારંવાર એમ જ કહેતા હતા કે હું નહીં કરી શકું. મેં બેન્કમાંથી હજાર રૂપિયા ઉપાડ્યા અને બીજા 500 રૂપિયા એકઠા કરીને એક જૂની સાયકલ ખરીદી. હું રોજ 50-60 કિલોમીટર સાયકલ ચલાવતી હતી. મોટા બ્રિજ પર સાયકલ ચલાવવી મુશ્કેલ હતી. અમે પેટ્રોલ પમ્પ પર રાત્રે રોકાઈ જતા અને રસ્તામાં લોકો પાસેથી ખાવા પીવાનું મળી જતું હતું. બિહાર ગર્લ જ્યોતિ કુમારી માત્ર 15 વર્ષની છે. આટલી ગરમીમાં તેણે ગુરુગ્રામથી દરભંગા સુધી સાયકલ પર મુસાફરી કરી. તેની આ હિંમત બદલ દેશ સિવાય વિદેશના લોકો પણ તેના વખાણ કરી રહ્યા હતા. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ પણ જ્યોતિના વખાણ કર્યા હતા.  

આત્મનિર્ભર ફિલ્મ 20 ભાષાઓના સબટાઈટલ સાથે દેખાડવામાં આવશે સાથે જ વિદેશી લોકો માટે ફિલ્મનું ટાઇટલ અ જર્ની ઓફ માઈગ્રન્ટ છે. હાલ તો તેના પિતાના રોલ માટે એક્ટરની શોધ ચાલી રહી છે.