રાજકોટ-

રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજથી અનલાૅક-૩ ની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ેહર્ઙ્મષ્ઠા પાર્ટ-૩ અંતર્ગત કેટલાંક જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં રાત્રી કફ્ર્યુ હટાવી લેવામાં આવ્યો છે પરંતુ હોટલ રેસ્ટોરન્ટ સિવાયની તમામ દુકાનો લોકો રાત્રિના ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે તો હોટલ તેમજ રેસ્ટોરન્ટ ની સમય મર્યાદા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે તો સાથે જ ટુ વ્હીલર પર બેથી વધુ વ્યક્તિને મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. નાની કારમાં ડ્રાઇવર સિવાય બે વ્યક્તિઓને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. દરમિયાન હવે રાજ્યમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિને રૂપિયા ૫૦૦નો દંડ ફટાકારવામાં આવશે.

તો મોટા કોમર્શિયલ વહિકલ માં માત્ર ૬૦ ટકા મુસાફરોને જ મુસાફરી કરાવી શકાશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા અનલોક પાર્ટ-૨ અંતર્ગત જાહેરનામા ભંગના ૧૫૮૧ કેસ કરવામાં આવ્યા છે ૭૦૬૨ જેટલા વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. તો જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તેમજ જાહેરમાં થુંકનારા પાસેથી ૧.૫૦કરોડ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં રાજકોટ પોલીસ તેમજ રાજકોટ મહાનગર પાલિકા ના અધિકારીઓ દ્વારા માસ્ક પહેરવા બદલ દંડ ની ઊઘરાણી કરવામાં આવે છે તો સાથોસાથ જાહેરમા થુંકનાર પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવી રહી છે.