લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
સુરત |
693
સુરત શહેરનાં ડભોલી ગામ ખાતે લગ્નના બે વર્ષમાં જ રત્નકલાકાર દંપતીએ સજાેડે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આપઘાતનાં બનાવમાં પત્નીએ કપડા ધોવાની ચોકડીની પાળી પાસે છતના ભાગે લોખંડનાં હૂક સાથે નાયલોનની દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો જયારે પતિએ રૂમમાં છતનાં ભાગે પંખાના હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. જાેકે આ દંપતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે રહસ્ય સર્જાયું છે. આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ કે ‘સુસાઈડ નોટ‘ મળી આવી નથી. જેથી મૃતકના પરિવારે આ મામલે ઉંડી અને તટસ્થ તપાસ કરવાની માગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોલી ગામ ખાતે આવેલા પ્લોટ નં.૨૧,૨૨માં બનાવેલી ચાલીના રૂમમાં રહેતા ૨૪ વર્ષીય ભાવેશ કાંતિભાઇ દેવીપુજક અને તેમની પત્ની ૨૩ વર્ષીય તેજલબેન ભાવેશ દેવપૂજકે ગઈકાલે સાંજે પોતાના ઘરના ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધુ હતું. પત્ની તેજલબેને રૂમમાં કપડા ધોવાની ચોકડીની પાળી પાસે છતના ભાગે લોખંડનાં હૂક સાથે નાયલોનની દોરી બાંધી ગળાફાસો ખાઈ લીધો હતો જયારે પતિ ભાવેશે રૂમમાં છતનાં ભાગે પંખાનાં હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાસો ખાઈ મોતને વ્હાલું કરી લીધુ હતું. દંપતીના સજાેડે આપઘાતની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ ઘરનો દરવાજાે અંદરથી બંધ કરીને ફાંસો ખાઈ લીધો હતો. આજુબાજુમાં રહેતા સગા સંબંધીઓ બારીમાંથી જાેતા બન્નેના મૃતદેહ લટકતી હાલતમાં જાેવા મળ્યા હતા. પોલીસે ઘરનો દરવાજાે તોડીને બન્ને મૃતદેહ નીચે ઉતાર્યા હતા અને પંચનામા સહિતની જરૂરી કાર્યવાહી કરીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દંપતીનાં બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. ભાવેશ છેલ્લા ૫ વર્ષથી સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા હતા અને રત્નકલાકાર તરીકે હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમના પરિવારમાં ત્રણ ભાઈઓ, એક બહેન, માતા-પિતા અને દાદા-દાદીનો સમાવેશ છે. દંપતીએ આપઘાત કયા કારણસર કર્યો તે હાલમાં જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી દંપતીનાં મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કબજે કરી છે. બંનેએ મરતા પહેલા કોઈને ફોન કર્યો હતો કે કેમ અથવા કોઈ માનસિક તણાવ હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ કે ‘સુસાઈડ નોટ‘ મળી આવી નથી. જેથી મૃતકનાં પરિવારે આ મામલે ઉંડી અને તટસ્થ તપાસ કરવાની માગ કરી છે.