29, જુલાઈ 2020
3861 |
ગોધરા-
ગોધરા શહેરના પશ્ચિમિ વિસ્તારમાંથી જૂની ચલણી નોટો ઝડપાઇ છે. જેમાં રૂપિયા 500 અને 1000ની નોટો સામેલ છે. SOG અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી જૂની ચલણી નોટો ઝડપી પાડી છે.
ATSને બાતમી મળી હતી કે, ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં એક બંધ મકાનમાં મોટી માત્રામાં 500 અને 1000ની રદ કરવામાં આવેલ જૂની ચલણી નોટો છે. જે બાતમી ATS દ્વારા SOG શાખાને આપવામાં આવી હતી.
જેમાં પશ્ચિમ વિસ્તાર ગોધરા બી ડિવિઝન પોલિસ મથકની હદ માં આવતો હોવાથી સંયુક્ત રીતે બાતમીના આધારે છાપો માર્યો હતો. જેમાં મોટી માત્રામાં 500 અને 1000ની જૂની ચલણી નોટો મળી આવી હતી. નોટોની સંખ્યા એટલી હતી કે, પોલિસ દ્વારા બેન્કમાંથી નોટો ગણવા માટે મશીન મંગાવીને નોટો ની ગણતરી કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નોટો નો જથ્થો કોનો છે અને ક્યાંથી લાવવામાં આવ્યો એ વધુ તપાસ બાદ જ કહી શકાય.