જમ્મુના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ:લશ્કરનો એક આતંકવાદી ઠાર
08, સપ્ટેમ્બર 2025 જમ્મુ   |   2970   |  

 3-4 આતંકવાદીઓની શોધ શરૂ; એક સૈનિક ઘાયલ, આરએસપુરા બોર્ડર નજીક ઘુસણખોરની ધરપકડ

જમ્મુંના કુલગામમાં સેના અને આંતિકવાદીઓ વચ્ચે અથડામણમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો છે. સોમવારે સવારે ગુદ્દરના જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ થયાની જાણકારી મળી છે.

આ વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેનાની 9 RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. લશ્કરના 2 થી વધુ આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા છે તેવી માહિતી મળી હતી. જોકે, બંને બાજુથી ગોળીબાર ચાલી રહ્યો છે અને વધારાના સુરક્ષા દળોને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હોંવાનું જાણવા મળે છે.

આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ, ટીમ ગદ્દરના જંગલોમાં શંકાસ્પદ સ્થળે પહોંચતાંજ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ ત્યાં ગોળીબાર શરૂ કરી દીધો. જેની સામે સૈનિકોએ વળતો જવાબ આપતા એક આતંકવાદીને ઠાર કર્યો હતો.

જમ્મુના આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી એક પાકિસ્તાની ઘુસણખોરની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાના રહેવાસી સિરાજ ખાન નામના ઘુસણખોરને રવિવારે રાત્રે 9.20 વાગ્યે ઓક્ટ્રોય પોસ્ટ પર તૈનાત બીએસએફ જવાનોએ જોયો હતો.કેટલાક રાઉન્ડ ગોળીબાર બાદ, તેની સરહદ પરના વાડ પાસે ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી કેટલીક પાકિસ્તાની ચલણ પણ મળી આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution