08, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3663 |
જમ્મુ,કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં દરોડા પાડી તપાસ
જમ્મુ કાશ્મીરમાં એનઆઇએ દ્વારા એક સાથે પાંચ રાજ્યોમાં 22 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આતંદી ષડયંત્ર મામલે એનઆઈએ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હોંવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ દેશભરમાં કૂલ 22 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલો ઇન્ટરનલ સિક્યુરીટી સાથે જોડાયેલો છે.
એનઆઇએ દ્વારા સોમવારે બારામૂલ્લા જિલ્લાના પટ્ટન શહેરના જંગમ ગામમાં પણ રેડ પાડવામાં આવી. અહીં ટીમ દ્વારા ઉમર રસીદ લોનના ઘર સંબંધિત તપાસ હેઠળ તપાસ કરાઈ રહી છે. જો કે આ મામલે હજી સુધી એનઆઇએ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
એનઆઇએની કાર્યવાહી એવા સમયે થઇ રહીછે જ્યારે માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી 9 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઇ શકે છે. અહીં પુરથી સ્થિતિ ખરાબ છે. તેઓ પુર ગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી શકે છે. જો કે આ અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
આતંકી ષડયંત્ર કેસમાં NIA ટીમે જમ્મુ અને કાશ્મીર સહિત 5 રાજ્યોમાં એક સાથે 22 સ્થળોએ દરોડા પાડ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરોડા આતંકવાદી ષડયંત્ર કેસમાં કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં દરોડા ચાલી રહ્યા છે. દરોડા દરમિયાન અહીંથી ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, શંકાસ્પદ નાણાકીય દસ્તાવેજો અને અન્ય કાગળો પણ મળી આવ્યા છે.