08, સપ્ટેમ્બર 2025
ગાંધીધામ |
3762 |
રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યાં છે. રાપરમાં અત્યાર સુધીમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભચાઉ અને નખત્રાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કલેકટર અને DDOની સૂચના મુજબ અતિભારે વરસાદના કારણે સોમવારે કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.
કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અંજારના ટપ્પર ડેમ 80 ટકા પાણીથી ભરાઈ જતા પશુડા તથા આસપાસના ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ભૂજના જ્યુબલી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, તો અનેક માર્ગો પરથી પાણી વહી રહ્યા છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે અનેક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.