દિલ્હી-

દેશભરમાં કોરોના વેક્સિનેશન વધવાથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 45,951 નવા કેસો સામે આવ્યાં છે. આ આંકડા ગઈકાલના આંકડા કરતા વધુ છે. જોકે, કોરોનાના એક્ટિવ કેસો ઘટીને 5,37,064 પર પહોંચ્યાં છે. જ્યારે રિકવરી રેટ વધીને 96.92 થયો છે. કોરોનાના નવા કેસો સામે આવ્યાં બાદ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 3,03,62,84 થઈ છે.

છેલ્લાં 24 કલાકમાં 817 લોકોના મોત થયા છે. ત્યારબાદ કોરોનાનો કલ મૃત્યુઆંક વધીને 3,98,454 થયો છે. 60,729 લોકો કોરોનાને હાથતાળી આપીને ઘરે આવી ગયા છે. જો ડિસ્ચાર્જની વાત કરીએ તો કોરોનાથી કુલ 2,94,27,330 લોકો ડિસ્ચાર્જ થયા છે. પોઝિટિવ રેટ 2.34 ટકા નોંધાયો છે. આ સતત 23 દિવસથી 5 ટકા ઘટ્યો છે. દેશના કેટલાંક રાજ્યોમાં કોરોનાનો પોઝિટિવ રેટ વધતા કેન્દ્ર સરકારની ચિંતા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે દેશના 15 રાજ્યોને પત્ર લખી પોઝિટિવ રેટ ઘટાડવા માટે જણાવ્યું છે.