વડોદરા

પોતાના સમાજલક્ષી પ્રતિબદ્ધતાને અનુસરતા આજે અગ્રણી ઔદ્યોગિક અને ઓટોમોટિવ સપ્લાયર, શેફલર ઈન્ડિયા સાવલી નજીકના લામડાપુરા ગામના લોક વિદ્યાલય શાળામાં ખાસ છોકરાઓ માટે નવનિર્મિત હોસ્ટેલનું ઉદ્‌ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના સંપૂર્ણ ભંડોળનું આયોજન શેફલર ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ છે અતિ વિશેષતાવાળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત અને આરોગ્યપ્રદ શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કરવા અને તેમની એકંદરે શૈક્ષણિક તકોને વિસ્તૃત કરવાનો છે. આ ઉદ્‌ઘાટન સમારંભ લોક વિદ્યાલય સ્કૂલ ખાતે યોજાયો હતો અને હોસ્ટેલના ઉદ્‌ઘાટન શેફલર ઈન્ડિયાના સીઈઓ અને ઈન્ડસ્ટ્રીયલ બિઝનેસના પ્રેસિડેન્ટ હર્ષ કદમ અને શેફલર ઈન્ડિયાના માનવ સંસાધનના વાઈસ પ્રેસિડેન્ટ અને સીએસઆર પ્રવૃત્તિઓના હેડ શાંતનુ ઘોષાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત બોયઝ છાત્રાલયમાં આશરે ૧૫૬ વિદ્યાર્થીઓને સમાવી શકે છે. આ હોસ્ટેલમાં આધુનિક સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમ કે બેડ, સ્ટોરેજ, કબાટ, ડાઈનિંગ હોલ, રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય જેવી સુવિધાઓ સામેલ છે.