વડોદરા,તા.૨૦

વડોદરા શહેરમાં બેખોફ બનેલા માથાભારે અને અસામાજીક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. જેના પરીણામે શાંતિમય શહેરને ગ્રહણ લાગ્યુ હોય તેમ રાવપુરા અને કોઠી વિસ્તારોમાં કોમી હિંસા ફાટી નિકળ્યા બાદ વડોદરા શહેરનાં દંતેશ્વર વિસ્તારમાં મારૂતિધામ સોસાયટીના રોડ પર ધોળેદાળે માથાભારે તત્વો દ્વારા એક બાઈક સવાર વ્યકિતને જાહેરમાં લોખંડની પાઈપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી હત્યારા હુમલાખોરે બિન્દાસ ફરાર થઈ ગયા હતા હત્યાના બનાવને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને બેખોફ બનેલા માથાભારે તત્વો સામે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી હતી. તેમજ પોલીસ અધિકારીઓની ધાક તથા અસામાજીક તત્વો પર અંકુશ અંગે અનેક તર્કવિતર્કો સાથે આંગળી ચિધય રહી છે. જાેકે આ ચકચારીના બનાવને પગલે મકરપુરા પોલીસ મથકનો ઉચ્ચ પોલીસ અધિકારીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. લોહીથી લથપથ બનેલા યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોડી સાંજે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ધોળેદહાળે બનેલા હત્યાના બનાવ અંગે પોલીસ તેમજ માહિતગાર સ્‌ુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારના ગોકુળધામ સોાસયટીમાં સુનિલ અશોકભાઈ નાગર ઉ.૪૨વિધવા માતા તથા પત્ની તથા સંતાનો સાથે રહેતો હતો. પિતા અશોકભાઈનું થોડા સમય અગાઉ જ અવસાન થયું હતું. જ્યારે માતા પોલીસ વિભાગમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી સેવા નિવૃત થયા હતા. સુનિલભાઈ નાગર મ્યુ.નિ. કોર્પોરેશનમાં કોન્ટ્રાકટમાં જેસીબી મશિન ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હતા. તેઓ આજે રાબેતા મુજ નોકરી ઉપર ગયા હતા. અને દિવસ દરમિયાનજ નોકરી કરી નોકરી પર છુટીને બાઈક ઉપર બોપરે ઘર તરફ આવી રહ્યા હતા. તેઓ ઘર નજીક આવી પહોચતાં અગાઉથી જ સુનિલભાઈ નાગરને પતાવી દેવાના મનસુબા સાથે ઉભેલા માથાભારે શખ્સોે બાઈક પર જતાં સુનિલ નાગરને આંતરી લોખંડની પાઈપના જાહેરમાં ફટકા મારી સુનિલ નાગરને મોતને ઘાટ ઉતારી દિધો હતો. ઘાતકી હુમલાથી બાઈક પરથી ફસાઈ પડેલા સુનિલના માથામાંથી લોહી પાણીના રેલાની જેમ વહી રહ્યુ હતું. અલબત્ત લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. માથાભારે તત્ત્વો સુનિલ નાગરને જાહેરમાં રહસી નાખવાનાં બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તથા તે મૃતકના સગાઓને બનાવની જાણ કરવામાં આવતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળની ઝીણવટ પુર્વક તપાસ હાથ ધરી સંયોગીક પુરાવા એકત્રીત કરવાની કવાયત હાથ ધરી ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હુમલાખોરનું પગેરૂ શોધવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

હત્યારો ભાવેશ રોહિત પોલીસમથકે હાજર

વડોદરા તા,૧૯

દંતેશ્વર વિસ્તારમાં મંગળવારના રોજ થયેલા ચકચારી હત્યાનાં બનાવમાં હત્યારો પાડોશી યુવાન જ હોવાનું સામે આવ્યું છે. અને તે પોતેજ હત્યા કર્યા બાદ માંજપૂર પોલિસ મથકે હાજર થયો હતો હત્યાનું કારણ જૂના ઝધડાની અદાવત અને કોર્ટ કેસની બાબત સામે આવી છે. પોલીસે આરોપી પાડોશી ભાવેશ રોહિતની ધરપકડ કરી તેથી વિરૂધ્ધ હત્યાનો ગૂનો નોંધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ભાવેશ રોહિતે પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી પાડોશમાં રહેતાં સુનિલ અશોકભાઈ નાગર સાથે અવાર નવાર ઝધડા થતાં હતાં જેમાં સુનિલ તથા તેનો ભાઈ ભાવેશ ની માતા તથા બહેનને અપશબ્દો બોલ્યો હતો. વર્ષે ૨૦૨૦ માં ઝધડા મામલે સુનિલે ભાવેશ રોહિત પોલીસમાં ફરિયાદ પણ કરી હતી જેનો કોર્ટમાં હજી કેસ ચાલે છે. આજે ફરી એકવાર પાડોશી વચ્ચે ઝધડો થતાં સુનિલ ભાવેશની માતા તથા બહેનને ગમે તેમ ગાળો બોલી ગયો હતો. જેથી ભાવેશે સુનિલને પતાવીદેવાનાં મનસુબા સાથે એકટીવા પર આવી સુનિલ નાગર ને ધર નજીક જ તેની બાઈક આંતરી લોખંડની પાઈપનાં ફટકા મારી તેને મોતને ધાટ ઉતારી ધટના સ્થળેથી રવાના થયા બાદ આરોપી ભાવેશ રોહિત પોલીસ મથકે હાજીર થયો હતો.