ડમ્પર ચાલકે અડફેટે લેતાં એકટીવા ચાલક પોલીસકર્મીનું ઘટના સ્થળે કરૂણ મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2023  |   1386

વડોદરા, તા.૧૪

વડોદરા શહેરમાં બેફામ હંકારતા ડમ્પર ચાલકો પૈકી એક ડમ્ફર ચાલકે આજે વહેલી સવારે ઓન ડ્યુટી ઉપર ફરજ બજાવતા ગોત્રી પોલીસ મથક ના કર્મચારીને ટક્કર મારી તેઓના માથા ઉપર ડમ્પરના વ્હીલ ચઢાવી દેતાં પોલીસ કર્મચારી નું આજે સવારે અકાળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે બંદોબસ્ત કરીને છૂટા પડેલા સહકર્મચારીઓમાં ઘેરા શોખની લાગતી ગઈ હતી.અને ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ડમ્પર ના આધારે ડમ્પર ચાલકની ધરપકડનાર ચક્રો ગતિમાન કર્યા છે.તદ ઉપરાંત તેમના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

અરેરાટી ભર્યા બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે સુરેન્દ્રનગરના અંતરિયાળ ગામે રહેતા લાલભા ભવાનસિંહ રાઠોડ પોલીસ કર્મચારી તરીકે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓની છ માસ અગાઉ જ વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકે ટ્રાન્સફર થઈ હતી. ત્યારથી તેઓ ગોત્રી પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે તેઓ ફરજ બજાવતા હતા.

આજે ડોક્ટર બાબા આંબેડકર ની જન્મ જયંતી હોવાથી ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ વહેલી સવારથી જ બંદોબસમાં હતો. આ બંદોબસમાં લાલાભાઇ રાઠોડ પણ સામેલ હતા. બંદોબસ્ત પૂર્ણ થયા બાદ તેઓ ને સોંપવામાં આવેલી અન્ય કામગીરીમાં જાેતરાયા હતા. ઓન ડ્યુટી ઉપર તેમની ફરજ નિભાવવા ભાઈલી રોડ ઉપરથી સન ફાર્મા રોડ તરફ જઈ રહ્યા હતા. તે વખતે માતેલા સાંઢની જેમ દોડતા આવતા ડમ્ફરના ચાલકે પોલીસ કર્મચારીની એકટીવા ને અડફેટે લીધી હતી. જેથી એકટીવા પરથી ફંગોળાયેલા પોલીસ કર્મચારી લાલાભાઇ રાઠોડ ઉપર ડમ્પર ચાલાકે ઉપર કાબુ ગુમાવતા ડમ્પર પોલીસ કર્મચારી ના માથા ઉપર ચડાવી દીધું હતું. જેથી પોલીસ કર્મચારીની ખોપડી ફાટી જવાથી તેમનું અકાળે મોત ને‌ ભેટ્યા હતાં.

આ અકસ્માતના બનાવ ને પગલે સ્થાનિક લોકોના ટોળા દોડી આવ્યા હતા. ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટેના પ્રયાસ કર્યા હતા. પરંતુ ડમ્પર ચાલાક બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. મૃતક શહેર પોલીસ તંત્રના કર્મચારી હોવાનું જાણવા મળતા આ બનાવ ની જાણ પોલીસ બેડામાં વાયુવેગે પસરી ગઈ હતી. એટલું જ નહીં ગોત્રી પોલીસ મથકના અને સવારે સાથે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓને આ બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓમાં ભારે ઘેરા શોખની લાગણી આપી ગઈ હતી. અને આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. જાેકે બનાવ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં‌ આવી હતી. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થતાં ફરાર થયેલા ડમ્પર ચાલકનો ડમ્પર નો નંબર સીસીટીવી કેમેરામાં મળી આવ્યો હતો. જે નંબરના આધારે પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

હપ્તા રાજમાં પોલીસની રહેમ નજર હેઠળ દોડતા ભારદારી વાહન ચાલાકે પોલીસનો જ ભોગ લીધો

વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા નાના મોટા વાહનો માટે ટ્રાફિક નિયમન માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ હપ્તા રાજમાં પોલીસના રહેમ નજર હેઠળ ભારદારી વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ પોલીસ અમુક પ્રેક્ષક બનીને અવરજવર કરી રહેલા બારદારી વાહનો સામે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહીક કરવામાં આવતી ન હોવાથી ભારધારી વાહન ચાલકો બિન્દાસથી અવરજવર કરી રહ્યા છે. વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો લોકસત્તા જનસત્તા દ્વારા પડદા ફાસ કરવામાં આવ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution