વલસાડ, સરકારે ગરીબ લાભાર્થીઓ માટે સસ્તા અનાજ ની વ્યવસ્થા કરી છે જેમાં બે રૂપિયા કિલો ના ભાવે ઘઉં આપવા માં આવે છે રેશનકાર્ડ માં રહેલ લાભાર્થીઓ ના નામ પ્રમાણે ઘઉં આપવા માં આવે છે પરંતુ કેટલાક ગરીબ આદિવાસીઓ સરકાર તરફ થી મળતો ઘઉં વિસ્તાર માં રહેલ મારવાડી દુકાનદારો ને વેચી દેતા હોય છે. જે અનાજ મારવાડી દુકાનદારો મોટા પાયે ભેગા કરી જિલ્લા માં કે જિલ્લા બહાર ની રાઇસમિલો માં વેચી દઈ વેપલો કરતા હોય છે.રવિવારે આશરે ૧૧ વાગ્યે ના સમય દરમિયાન ધરમપુર ના બે પોલીસ કર્મીઓ ગુલાબભાઈ અને પીસીઆર નો ચાલક ચેતન ભાઈ બોપી ગામ વિસ્તાર માંથી ઘઉં ના જથ્થા ભરી ને આવતી એક સિલ્વર કલર ની ઇકો કાર ( જીજે ૨૧ સી એ ૯૩૩૧) ને અટકાવી તપાસ કરતા તેમાં બીલ વગર ના ઘઉં ની ૨૦ બોરી મળી આવી હતી પોલીસ મથકે લાવી ઘઉં નો વજન કરતા ૯૨૦ કિલો નો જથ્થો જણાઈ આવ્યો હતો. જેની કિંમત ૧૮૪૦૦ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું .પોલીસ તપાસ માં આ ઘઉં નો જથ્થો અંકલાક્ષ ખાતે રહેતો ઈશ્વર પન્નાલાલ ગુજ્જર (ઉ.વ ૨૨) હાલ રહે.વાંસદા કામળઝરી મૂળ. મેથલાપાર તા.આસિમ .જી .ભીલવાળા રાજસ્થાન ,ઉપરોક્ત જથ્થો મારુતિનંદન કિરાણા સ્ટોર કામળઝરીથી હનમતમાળ દેવ નારાયણ કિરાણા સ્ટોર ખાતે લઈ જનાર હોવાનું જણાવ્યું હતું . પરંતુ પોલીસે ઇકો કાર ને અટકાવી ત્યારે લખાબારી માં કરીયાણા ની દુકાન ચલાવતો નારાયણ ગુર્જર નામક વેપારી ત્યાં આવી પહોંચ્યો હતો અને ગાડી છોડાવવા માટે ની દલીલો કરી હતી પરંતુ કાયદા ને ધ્યાન માં લઇ ને ચાલતી ધરમપુર પોલીસે ઝડપાઇ આવેલ ઘઉંના જથ્થા સહિત કાર ને પોલીસ મથકે લાવી કાયદેસર નોંધ કરી રિપોર્ટ ધરમપુર મામલતદાર ને કર્યો હતો