ભરૂચ/અંકલેશ્વર : કોરોના મહામારી વચ્ચે લોકોના જીવન સાથે નકલી તબીબો ભરૂચમાં ઝડપાયા હતા. પોલીસે મેડિકલ ડિગ્રી કે સર્ટીફીકેટ ન હોવા છતા એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો તથા ઇન્જેક્શનોનો ઉપયોગ કરનાર ૧૪ બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા.
મેડિકલ ડિગ્રી સર્ટીફીકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા નકલી તબીબોને શોધી કાઢવા માટે ભરૂચ પોલીસે બાજ નજર રાખી હતી. ભરૂચ જિલ્લા પોલીસે નકલી તબીબોને ત્યાં અલગ અલગ ટીમો બનાવી રેઈડ કરતા કુલ ૧૪ નકલી તબીબો કે જેઓ પાસે કોઇ મેડિકલ ડિગ્રી કે સર્ટીફીકેટ ન હોવા છતા એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો તથા વિવિધ ઇન્જેક્શનોનો જથ્થો ઉપયોગ કરતા હતા. બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું ગંભીર કૃત્ય કરી ગેરકાયદેસર મેડિકલ પ્રેકટીસ કરતા નકલી તબીબોને ઝડપી પાડી ભરૂચ જિલ્લાના જે તે પોલીસ મથકોની હદમાં ગેરકાયદેસર કૃત્ય આચરનાર તબીબો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ડીગ્રી વગર કે ગેરકાયદેસર રીતે સારવાર કરતાં તબીબોમાં ભયની લહેર છવાઈ ગઈ છે. ઝડપાયેલા તમામ ૧૪ ઝોલછાપ તબીબોના દવાખાનેથી મેડિકલ સંસાધનો, દવાઓ સહિત રૂા. ૨,૦૮,૨૩૪.૯૮ નો મુદ્દામાલ ઝપ્ત કરાયો હતો. ઝડપાયેલા આરોપીઓ સામે નીચે મુજબ અલગ અલગ પોલીસ મથકોમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પકડાયેલા નકલી તબીબોમાં પશ્ચિમ બંગાળના સૌથી વધુ
(૧) બીટન બીપુલ પોદ્દાર હાલ રહે. ભરૂચ. મૂળ રહે.અલાયપુર તા.કલ્લાણી, જી.નદિયા (પશ્ચિમ બંગાળ)
(૨) રુદ્રરાય નારાયણ રાય હાલ રહે.ગડખોલ પાટિયા,તા.અંકલેશ્વર જી.ભરૂચ
(૩) સર્વેશ્વર રાધાકૃષ્ણ તિવારી હાલ રહે.ગડખોલ પાટિયા, તા.અંકલેશ્વર,જી.ભરૂચ
(૪) બ્રાતિશ બીપુલ પોદ્દાર હાલ રહે.જાેલવા ગામ તા.વાગરા, જી.ભરૂચ મૂળ રહે.અલાઈપુર તા.કલ્યાણી જી.નદિયા,પશ્ચિમ બંગાળ
(૫) અનીતબેન સુમંતા બિધાન બિસ્વા હાલ રહે.દહેજ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહે.ભૂદરી માઘ્યાપરા ભાદુરી જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૬) નમોરંજન જતિન્દ્રનાથ હાલ રહે.દહેજ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહે.આશા નગર તા.ક્રિષ્ના નગર જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૭) મધુ મંગળ જયદેવ બિસ્વાસ હાલ રહે.જાગેશ્વર ગામ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહે.ગબર પૂતાગામ તા.ક્રિષ્ના નગર જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૮) બિશ્વ જીત ત્રીનાથ બિસ્વાસ હાલ રહે.જાહેશ્વર ગામ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહે.હુદ્દા તા.ધાંતણ જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૯) સુકુમાર સ્વપ્ન કુમાર પાલ હાલ રહે.લખીગામ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહે.નોર્થ ચોવીસ પરગણા,પશ્ચિમ બંગાળ
(૧૦) સ્વન કુમાર મનોરંજન મલ્લિક હાલ રહે.જીતાલી તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહે.હરીપુર તા.રાનાઘાટ જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૧૧) નીબાસ રાધાકાંત બિસ્વાસ હાલ રહે.રામનગર બાકરોળ તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહે.બોગુલાગામ તા.હાશખલી જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૧૨) અનિમેષ અખિલ બિસ્વાસ હાલ રહે.બાકરોળ તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહે.બોગુલાગામ તા.હાશખલી જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૧૩) રાબીન જગદીશ રાય હાલ રહે.પાનોલી જીઆઇડીસી, તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહે.બલિયાદંગા જી.નદિયા પશ્ચિમ બંગાળ
(૧૪) બીકાસકુમાર કુમોદ બિસ્વાસ હાલ રહે.ઈન્દોર તા.ઝઘડિયા જી. ભરૂચ મૂળ રહે.સદાનંગા તા.અશોક નગર જી.નોર્થ ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળ
Loading ...