તેલંગાણા:કોંગ્રેસ શાસિત તેલંગાણામાં બળવાના સંકેત મળી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદના સમાચાર સામે આવી રહ્યા છે. પાર્ટીના ૧૦ ધારાસભ્યોએ બંધ બારણે બેઠક યોજી હતી, જેના કારણે નેતૃત્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે હવે આ મામલાની ગંભીરતાને જાેતા મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ પાર્ટીના ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને શાંત કરવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ ૧૦ ધારાસભ્યો મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીથી નારાજ હોવાની માહિતી સામે આવી રહી છે.
સીએમ રેવંત રેડ્ડીએ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે જે પાર્ટીની અંદર અસંતોષની ગંભીરતા દર્શાવે છે. કોંગ્રેસ હાઈકમાન્ડને ચિંતા છે કે સ્થાનિક સંસ્થા અને સ્ન્ઝ્ર ચૂંટણી પહેલા ધારાસભ્યો દ્વારા કોઈપણ બળવાથી જનતામાં ખોટો સંદેશ જઈ શકે છે.કોંગ્રેસના દસ ધારાસભ્યોએ ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મહાઉસ પર મુલાકાત કરી હતી, જેનાથી પાર્ટીમાં આંતરિક મતભેદોની અટકળોને વેગ મળ્યો છે. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોમાં નૈની રાજેન્દ્ર રેડ્ડી, ભૂપતિ રેડ્ડી, યેનમ શ્રીનિવાસ રેડ્ડી, મુરલી નાઈક, કુચુકુલ્લા રાજેશ રેડ્ડી, સંજીવ રેડ્ડી, અનિરુદ્ધ રેડ્ડી, લક્ષ્મીકાંત, દોંતી માધવ રેડ્ડી અને બિરલા ઈલૈયા સામેલ હતા. હવે કોંગ્રેસ ધારાસભ્યોની સીક્રેટ મીટિંગ બાદ આતંરિક વિખવાદને છુપાવવાનો પ્રયાસ કરતા સાંસદ મલ્લુ રવિએ કહ્યું કે, ડિનર મીટિંગ હતી.