લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓક્ટોબર 2021 |
2178
વડોદરા,તા. ૫
સુલતાનપુરા ગામમાંથી વહેલી સવારેે છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ મગરને વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યો હતો.
સુલતાનપુરા ગામમાં આવેલ ખેતરમાં બનેલી ઓરડીની બહાર અચાનક વહેલી સવારે મહાકાય મગર દેખાતા ખેતરના માલિક સહિત અન્ય ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા , પરતું વાઈલ્ડ લાઈફ સંસ્થાને આ બનાવની જાણ થતા તેમના ક્રાયકર્તાઓ ધટના સ્થળે પહોંચીને છ ફૂટ લાંબો મહાકાય મગરનું રેસ્કયુ કર્યું હતુ.રેસ્કયુ કર્યા બાદ મગર ને વડોદરા વન વિભાગ ખાતે સુરક્ષિત રીતે સોપવામાં આવ્યો હતો.