વડોદરા, તા.૧૩

સમા ગામ વિસ્તારમાં નૂતન વિદ્યાલય નામની સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ પૈકી હરણી રોડ પર આવેલ શિવાલય ફ્લેટમાં રહેતો વિદ્યાર્થી નિકુંજ રાકેશભાઈ જાદવ ઉંમર વર્ષ ૧૩ ધોરણ નવમાં અભ્યાસ કરે છે. ગઈકાલે ‌તે રાબેતા મુજબ બપોરના સમયની સ્કૂલમાં ગયો હતો. જ્યાં બપોરના એક વાગ્યાની આસપાસ સ્કૂલનની રીશેષ પૂરી થયા બાદ વિદ્યાર્થી નિકુંજ પાણીની બોટલ લઈને બહાર નીકળ્યો હતો તે વખતે સામે શિક્ષક અનિલભાઈ પ્રજાપતિએ મળ્યા અને કોઈપણ કારણ વગર કે પૂછ્યા વિદ્યાર્થી નિકુંજ જાદવને શિક્ષક અનિલ પ્રજાપતિએ આક્રોશ પૂર્વક મોઢાના ભાગે જાેરથી લાફા જીકી દીધા હતા. જેમાં વિદ્યાર્થી નિકુંજને શિક્ષકના માર થી નાક અને કાનમાંથી લોહી નીકળ્યું હતું જે લોહી બંધ ન થતા વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક નજીક આવેલ ખાનગી હોસ્પિટલમાં રાત્રિના સમયે વાલીને લઈ જવાની ફરજ પડી હતી પરંતુ મોડી રાત્રે ખાનગી હોસ્પિટલ બંધ હોવાથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેની સારવાર હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે ફરજ પરના તબીબે સમા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે નૂતન સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકને સમા પોલીસ મથકેથી તેડુ આવતા સ્કૂલના સંચાલકોએ ભીનું સંકેલવાના પ્રયાસો હાથ કર્યા હતા. બીજી તરફ વિદ્યાર્થી જન્મથી જ શારીરિક તકલીફ અનુભવતો હોવાથી વિદ્યાર્થી નિકુંજની તબિયત અશક્ત રહેતી હતી. વિદ્યાર્થીના વાલી એ આક્ષેપો કર્યા હતા કે મારા પુત્ર સાથે અનિલ પ્રજાપતિ નામના શિક્ષકે આંતકવાદ જેવો વ્યવહાર કર્યો છે. એટલું જ નહીં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનો વાંક કાઢવામાં આવ્યો આવતા હોવાથી વિદ્યાર્થીના વાલી એ સીસીટીવી ફૂટેજ જાેવા માટે માગણી કરી હતી પરંતુ આ સમગ્ર મામલો રફેદ અફે કરવા માટે સ્કૂલના સંચાલકો દ્વારા સીસીટીવી ફૂટેજ બતાવવા માટે આના કારણે કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ ન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું વિદ્યાર્થીના વાલી તરફથી જાણવા મળ્યું છે જાેકે વાલી રાકેશભાઈ જાદવ મક્કમ હોવાથી તેઓ ડી ઈ ઓ ને પણ આ મામલે વાત કરવા માટેની તજવીજ હાથ ધરી છે.