05, નવેમ્બર 2020
495 |
ભોપાલ-
મધ્યપ્રદેશના નિવારીમાં ત્રણ વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો હતો. એએસપી પ્રતિભા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઘટના નિવારી નજીક સેતપુરા ગામની છે. બાળકને બચાવવા માટેની કવાયત ચાલુ છે અને સૈન્ય ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે 'ઓરછાના સેતપુરા ગામમાં બોરવેલ પડતાં નિર્દોષ પ્રહલાદને બચાવવા સેના સ્થાનિક વહીવટ સાથે બચાવ કાર્યમાં લાગી છે. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં પ્રહલાદને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. ભગવાન બાળકને દીર્ધાયુષ્ય આપે, તમે અને આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ.