લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
1980
અમદાવાદના રાયખડ ચાર રસ્તા આગળ એક તરફ ભદ્ર અને બીજાે જયશંકર સુંદરી હોય અને વિક્ટોરિયા ગાર્ડન થી કોર્પોરેશન જવા વાળો જે ચાર રસ્તા છે એ ચાર રસ્તા પર બેરીકેટ મૂકી ચાર રસ્તાને બંધ કરી દેવામાં આવતા ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. એલિસબ્રિજના છેડે વિક્ટોરિયા ગાર્ડન થી લઈને કોર્પોરેશનના એક કિલોમીટર જેટલા લાંબા પટ્ટામાં ટ્રાફિકજામ થયો છે. ભડભડતા તાપમાં તંત્ર દ્વારા એકાએક રસ્તો બંધ કરી દેવાતા લોકોનાં સમય, પૈસા અને ઈંધણનો વેડફાટ થતાં આક્રોશ ફેવાયો હતો.