વડોદરા, તા.૧૪

દેશ રાજ્યો અને શહેરોમાં ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા ખતરા વચ્ચે કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. જેના પરિણામે વડોદરા શહેરમાં કોરોનાએ બિલ્લી પગે એન્ટ્રી કરતા વીતેલા ૨૪ કલાકમાં વધુ ચાર કોરોનાના કેસો નોંધાયા હતા. તદ ઉપરાંત ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા માં ૫૮ વર્ષીય મહિલા દર્દીનો સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં વડોદરામાં પ્રથમ મોત નીપજયુ હતું. જેના કારણે સ્થાનિક આરોગ્ય ચોંકી ઉઠયું હતું.‌ મૃત પામેલા મહિલા દર્દીને અંતિમ સંસ્કાર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ અને રાજ્ય અને શહેરોમાં ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ નાં વધી રહેલા કેસોના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને ઈન્ફ્લુએન્ઝા બીમારી કે ગંભીર શ્વસન સંક્રમણ ના કેસોમાં દેખરેખ રાખવા દિશાન નિર્દેશ નું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

તેવા સંજાેગોમાં વડોદરા શહેરમાં ર૩હ૨ ઇન્ફ્લુએન્ઝા વાયરસને બીમારીથી પીડાતા અને ફતેગંજ ખાતે રહેતા ૫૮ વર્ષીય મહિલાનો સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દી ને તારીખ ૧૧ મીના રોજ સારવાર અર્થે સાયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મહિલા દર્દીના અંતિમ સંસ્કાર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યા હતા.

આ સાથે આજે શહેરમાં દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ ના નવા ચાર કેસ સામે આવ્યા હતા. કોરોના ના નવ કેસ સાથે વડોદરા શહેરમાં ૧૫ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તદુપરાંત સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા આરોગ્યની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ કોરોના ના લક્ષણો ધરાવતા ૨૫૮ જેટલા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ દરમિયાન ચાર વ્યક્તિઓમાં કોરોના લક્ષણ ધરાવતા પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ કેસો અટલાદરા, અકોટા, અને દિવાળીપુરા વિસ્તારોમાંથી નોંધાયા હતા. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે જાેકે હાલના તબક્કે એક પણ દર્દી વેન્ટિલેટર કે ઓક્સિજન પર ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતુ.