થિરુવનંતપૂરમ-
કેરલાના કોઝીકોડ રેલવે સ્ટેશન ખાતે એક મહિલા પાસેથી 100થી વધારે જીલેટીન સ્ટીક્સ અને 350 જેટલા ડિટોનેટર્સ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. રેલવે સુરક્ષા દળ-આરપીએફ- દ્વારા આ મહિલાની અટકાયત કરાઈને તેને કસ્ટડીમાં લેવાઈ છે.
પોલીસને તપાસ દરમિયાન આ મહિલા પાસેનો સામાન સંદિગ્ધ લાગતાં તેણે તેની તપાસ કરતાં આટલી જોખમી વિસ્ફોટક સામગ્રી સમયસર પકડી શકાઈ હતી. પોલીસે આ મહિલાની પ્રારંભિક પૂછપરછ કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને બાતમીદારે આ પ્રકારની ગતિવિધિ બાબતે આગોતરી માહિતી આપી હોવાનું પણ મનાય છે.