22, ઓગ્સ્ટ 2025
દાહોદ |
2079 |
પીપળીયા ગામે ઉપરવાસ ફળિયામાં ગઈકાલે સાંજના સુમારે પોતાના ઢોરોને કુવા પર પાણી પીવડાવવા લાવેલ ગામના ૩૫ વર્ષીય યુવકનો પગ ચીકણી માટીને કારણે લપસી જતા કૂવામાં ખાબકાતા કુવાના પાણીમાં ડૂબી જવાથી તેનો મોત નીપજ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે ઉપરવાસ ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય જશુભાઈ હરસિંગભાઈ ડામોર ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરની નજીકમાં આવેલ કુવા પર ઢોરોને પાણી પીવડાવવા લઈ ગયા હતા. જે કૂવાનો કઠેડો ન હોય તેમ જ ચાલુ ચોમાસાના કારણે કુવાનું પાણી ઉપર સુધી હોય જે કૂવામાં ઉતરીને પાણી ભરવા જતા વરસાદના કારણે કાળી માટી ચૂંટણી થઈ ગયેલ હોવાથી તેનો પગ લપસી જતા તે કુવાના ઊંડા પાણીમાં પડતા ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર જશુભાઈ ડામોરના પિતા ૬૦ વર્ષીય હરસિંગભાઈ રંગાભાઇ ડામોરે લીમડી પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા લીમડી પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.