ચંદીગઢ-

છેલ્લા ત્રણ દિવસથી સોશ્યલ મીડિયામાં અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ જો બીડેન ટ્રેન્ડમાં છે. પંજાબના અમ્રિતસરમાં રહેતા જગજોત સિંહ રૂબલે અમેરિકન પ્રેસિડન્ટ્સને ટ્રિબ્યુટ્સ આપતો હોય એમ અત્યાર સુધીના તમામ પ્રેસિડન્ટ્સની તસવીરોનો એક કોલાજ તૈયાર કર્યો છે. છેલ્લા આઠ મહિનાથી તેઓ આ કોલાજ પર કામ કરી રહ્યા છે.

આઠ ફુટ બાય આઠ ફુટના કૅન્વસ પર તેમણે પહેલા પ્રેસિડન્ટથી લઈને તાજેતરમાં ચૂંટાયેલા નવા અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનનો સમાવેશ પણ કરી લીધો છે. છેલ્લાં 230 વર્ષમાં બનેલા તમામ 46 પ્રેસિડન્ટ્સને એક જ કૅન્વસ પર એક જ કોલાજમાં સમાવાયા છે અને હવે જગજોત સિંહની ઇચ્છા છે કે તેનું આ પૉર્ટ્રેટ એક વાર વાઇટ હાઉસમાં ડિસ્પ્લે કરવામાં આવે.