વલસાડ-

વલસાડ નજીકના એક ગામમાં રહેતી અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલી એક પરિવારની યુવતીની સગાઈ સમાજના યુવાન સાથે થઈ હતી. સગાઈ થયા બાદ યુવાને તેની વાગ્દત્તા સાથે શારીરિક સંબંધ બાંધતા યુવતી લગ્ન પહેલાં જ ગર્ભવતી બની ગઈ હતી. જાે કે, બદનામીના ડરથી ગર્ભપાત કરાવી દીધો હતો. જે બાદ યુવાને તેને લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યા બાદ અન્ય યુવતી સાથે સિવિલ મેરેજ કરી લીધા હતા. મંગેતરના આ પરાક્રમની જાણ થતાં જ છેતરપિંડીનો ભોગ બનેલી યુવતીએ યુવાન સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલસાડ પંથકમાં જ સમાજની સામાજિક સમસ્યાને ઉજગર કરતો અને સમાજ માટે ચેતાવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

વલસાડના એક ગામમાં રહેતી યુવતીને ૨૦૧૧માં નજીકના વિસ્તારમાં રહેતાં સેહુલ ટંડેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ યુવતીએ ઘરે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરિવારજનો પણ આ લગ્ન માટે રાજી થઈ ગયા હતા. સેહુલના મોટા ભાઈના લગ્ન બાદ સેહુલ અને યુવતીના લગ્ન કરવાની શરતે બંનેની સગાઈ ૨૦૧૧માં કરવામાં આવી હતી. જે બાદ સેહુલ યુવતીના ઘરે અવરજવર કરતો હતો. અને બહાર ફરવા જતો ત્યારે તે યુવતી સાથે સેક્સની માગણી કરતો. યુવતી લગ્ન બાદ સંબંધો બાંધવા કહેતી પણ સેહુલ માનતો ન હતો. ૨૦૧૩માં યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જે બાદ સમાજમાં બદનામીના ડરે સેહુલે ગર્ભપાત કરાવી દીધો હતો. ફેબ્રુઆરી ૨૦૨૦માં સેહુલ ફોરેને કામ માટે જતો રહ્યો હતો.

અને માર્ચમાં કોરોનાને કારણે નવેમ્બર મહિનામાં ઘરે પરત આવ્યો હતો. ત્યારે યુવતી સેહુલના ઘરે રહેવા માટે ગઈ હતી. ત્યારે પણ સેહુલ તેની સાથે શારીરિક લંબંધ બાધ્યો હતો. અને બાદમાં ધડાકો કરતાં જણાવ્યું કે તેણે અન્ય યુવતી સાથે કોર્ટમાં સિવિલ મેરેજ કરી લીધા છે. આ વાત સાંભળતા જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આટલો માટો આઘાત તેના માટે અસહનીય હતો. યુવતીએ આ મામલે પરિવારને જાણ કરી હતી. જે બાદ સમાજના પંચ સમક્ષ આ મુદ્દો લાવવામાં આવ્યો હતો. પણ નફ્ફટ સેહુલે પંચ સમક્ષ યુવતી સગાઈ બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.