અમદાવાદ, વાડજમાં એવો કિસ્સો સામે આવ્યો જે જાેઈને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. વાડજના રામપીરના ટેકરા પાસે રહેતી સગીરાની એક યુવકે છેડતી કરી હતી. જે કે સગીરાના પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો હતો. યુવકને ગંભીરઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બીજી બાજુ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યુ હતુ. આ અંગે મૃતકના પિતાએ સગીરાના પરિવારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. દાણીલીમડાના મંગલવિકાસ સોસાયટીમાં રમેશ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. ગત ૧૭ તારીખે તેમનો દિકરો નીરવ અને રમેશભાઈની સાળીનો દિકરો રાહુલ પરમાર બંન્ને જણા કોઈ મિત્રના જન્મદિવસ તથા એ.સી રિપેરીંગ કરવા જવાનું છે તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા.
જાે કે ત્યારબાદ વહેલી સવારે નીરવની માતાને ફોન આવ્યો અને જણાવ્યુ કે વાડજ રામાપીરના ટેકરા પરથી હસમુખ મોદી બોલુ છુ. તમારા છોકરા નીરવે ભરતભાઇની દીકરીની છેડતી કરી છે તમારે સમાધાન કરવુ હોય તો આવો. સવારે આઠ વાગ્યે વાડજ રામાપીરના ટેકરા ઉપર રમેશભાઈના સગા સંબધીઓ રહે છે ત્યાંથી જાણ થઈ કે નીરવને વાડજ પોલીસ સ્ટેશન લઇ ગયા છે. વાડજ પોલીસ સ્ટેશન જઇ તપાસ કરતા નીરવને સીવીલ હોસ્પીટલમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો હોવાની જાણ થતા ત્યાં ગયા હતા. નીરવ સંપુર્ણ ભાનમાં હતો જ્યાં તેણે જણાવ્યું હતું કે ભરત કાઠીયાવાડીની દીકરી દૂધ લેવા જતી હતી પરંતુ મને જાેઇને બુમાબુમ કરતા હંસીયો બાડીયો તથા ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે છોકરાઓ આવી ગયેલ અને ચારેય જણાએ મને જાેઇ બુમાબુમ કરતા હંસીયો બાડીયો તથા ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે છોકરાઓ આવી ગયેલ અને ચારેય જણાએ મને ફેટોનો તથા ગડદા પાટુનો માર માર્યો હતો. જે મામલે વાડજ પોલીસ સ્ટેશન ફરીયાદ કરી છે. ૨૫ માર્ચે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે અચાનક નીરવને ખેંચ ઉપડી અને મરી ગયો હતો.
Loading ...