વાડજમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   1683

અમદાવાદના વાડજમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કરી લીધો છે. લગ્નના ૧૫ વર્ષ થયા છતાં પતિ ત્રાસ આપતો હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. નવા વાડજમાં રહેતા દિપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેનના ૧૫ વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિતોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા.બંનેને એક બાળક પણ છે.૨૦ માર્ચના રોજ દીપક કામ પર હતો ત્યારે તેને તેની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું હતું તે આશા કૂદી ગઈ છે તેથી તમે જલ્દી ઘરે આવો.દીપક ઘરે આવવા નીકળ્યો ત્યારે તેને જાણ થઇ કે તેની બહેન આશાને સારવાર માટે રાણીપની ત્રિશા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દીપક ત્રિશા હોસ્પિટલ પહોંચ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાનું મોત થયું હતું. મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે તેની બહેનના ચિત્તોઢગઢમાં લગ્ન થયા હતા અને તેનો પતિ તેને લગ્નના થોડા સમય બાદ સતત માનસિક ત્રાસ આપતો હતો.જેને કારણે માનસિક ત્રસ્ત બનેલી યુવતિના ત્રાસથી યુવતી પર ફરી હતી . જાેકે તેની માનસિક સ્થિતી બગડી ગઇ હતી જેને કારણે તેની વસ્ત્રાપુરમાં સારવાર ચાલતી હતી ત્યારે બાદ અચાનક જ આજે તેણે છઠ્ઠા માળે જઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનોના એસી કોચમાં ચોરી કરતા આંતરરાજ્ય રીઢા ચોરને પશ્ચિમ રેલવે અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. બાતમીના આધારે કાલુપુર રેલવે યાર્ડમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કનૈયારામને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ૧.૫૦ લાખની કિંમતની મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાત્રે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચમાં મુસાફરો ઊંઘતાં હોય ત્યારે તેમના કિમતી સામાનની ચોરી કરતોહતો. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં અનેક ગુના નોંધાયેલા હતા. હાલની કામગીરી દરમિયાન વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ અન્ય ગુના ભેદ ઉકેલાય તેવી પોલીસે આશંકા છે. આ રીઢા ચોર સામે મહેસાણા, સાબરમતી રેલવે, સમસ્તીપુર રેલવે,બરૌની કોટા રેલવે પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution